KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનું ફાયર સેફ્ટી નિદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું
તારીખ ૨૧/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ કુમાર શાળા ખાતે તાલુકા ની તમામ શાળાના આચાર્યને આમંત્રિત કરી તાલુકા કક્ષાનું ફાયર સેફ્ટી નિદર્શન કરવામાં આવ્યું જેમાં કાલોલ તાલુકાની તમામ શાળાના આચાર્ય હર્ષભેર ભાગ લીધો કાલોલ નગરપાલિકાની ફાયર વિભાગ ટીમે આગ લાગવાના કારણો અને તેને બુજાવવાની પ્રક્રિયા અને તે બુઝાવા માટે કયા કયા પ્રકારના સાધનો ઉપયોગમાં આવે છે તેની સંપૂર્ણ સમજ તમામ સાધનોનું નિદર્શન કરીને કરવામાં આવ્યું જેમાં ફાયર સેફ્ટી બોટલથી લઈ અને પાણીના અલગ અલગ પ્રકારના ફુવારા સાથે આગ બુજાવવામાં પણ કેટલી સાવચેતીને તકેદારી રાખવામાં આવે છે તેનું સંપૂર્ણ નિદર્શન કરવામાં આવ્યો સમગ્ર કાર્ય કર્મ સંચાલન કાલોલ બી.આર.સી, સી.આર.સી સ્ટાફ અને કાલોલ કુમાર શાળા પરિવાર તરફથી સુચારુ આયોજન કરી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો.