હાલોલ:વી.એમ શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૯.૨૦૨૪
હાલોલની ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-kg થી 8 માં ગુરુવારે શિક્ષક દિન નિમિત્તે ભારત ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો-સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદ માં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાનાં ધો-3 થી 8 ના બાળકોએ આજે શાળાનું શૈક્ષણિક કાર્ય તેમજ વહીવટી કાર્ય પોતાના હાથ માં લીધું હતું જેમાં મુખ્ય વિષય તેમજ ગૌણ વિષયના તાસ મુજબ આજના બાળ-શિક્ષક દ્વારા શાળા ના બાળકોને શિક્ષણ આપવામાં આવ્યું હતું સાથે બે સુપરવાઈઝર એક આચાર્ય અને એક ઉપાચાર્ય સાથે એક ક્લાર્ક જેવા સંચાલન પદ પણ બાળ-વિદ્યાર્થીઓ દ્વારા પોતાના હાથે લઈ વહીવટી કાર્યભાર પણ સંભાળવા માં આવ્યો હતો.અંતે શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ દ્વારા આજના બનેલ બાળ-શિક્ષક પાસે દિવસ દરમિયાન તેમનો એહવાલ રજૂ કરવવામાં આવ્યો સાથે શાળાના આચાર્ય હર્ષાબેન શુકલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.












