ભરૂચ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ (રેડ એલર્ટ)ને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારી રાખવા અનુરોધ કરાયો

અગમચેતી એજ સલામતી- ભરૂચ જિલ્લો*
ભારે વરસાદ વચ્ચે આપાતકાલીન પરિસ્થિતિમાં જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ – ૦૨૬૪૨-૨૪૨૩૦૦ તેમજ ટોલ ફ્રી નંબર- ૧૦૭૭ પર સંપર્ક કરવા અનુરોધ
ભરૂચ- મંગળવાર – હવામાન ખાતા દ્વારા તા.૧૮-૦૬-૨૦૨૫ થી તા.૨૪-૦૬-૨૦૨૫ દરમિયાન ભરૂચ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ, ભારેથી અતિભારે (રેડ એલર્ટ) વરસાદની આગાહી કરવામા આવી છે. ભારે વરસાદને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય અને સતર્ક છે. અત્યંત ભારે વરસાદ (રેડ એલર્ટ)ને પગલે બિનજરૂરી પ્રવાસ ટાળવા,નાગરિકોને સહકાર આપવા અને સાવચેતી રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ કરાયો છે.
હવામાન વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા, અને અધિકૃત સોશિયલ મિડિયા મારફતે અપડેટ મેળવતા રહી અફવાઓથી દુર રહેવા અપીલ કરવામાં આવી છે.
સંકટના સમયે સહકાર મહત્વનો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની જરૂરિયાતો માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા ભારે વરસાદ વચ્ચે આપાતકાલીન પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લાવાસીઓને જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ – ૦૨૬૪૨-૨૪૨૩૦૦ તેમજ ટોલ ફ્રી નંબર- ૧૦૭૭ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.



