
સમીર પટેલ, ભરૂચ
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંદાડા સામોર થી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ કોઇ અજાણ્યા માણસે ફરીયાદીના પતિ રાજેશકુમાર ભીખાભાઇ સિંધા નાઓને માથાના ભાગે તથા છાતીના ભાગે કોઇ બોથડ પદાર્થ મારી જીવલેણ ઇજા પહોંચાડી મોત નિપજાવેલ જે બાબતે મરણ જનારની પત્ની રીટાબેન રાજેશકુમાર સિંધા રહે,ભરૂચનાઓએ આ બાબતે ફરીયાદ આપતા અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસે ૩૦૨ મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. ઉપરોકત હત્યાના બનાવની ગંભીરતા સમજી ઉપલી અધિકારીઓ એ વહેલી તકે આ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા જરૂરી સુચનાઓ આપેલ. તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ નાઓએ સદર અનડીટેક્ટ મર્ડરના ગુનાની તપાસ પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી. નાઓએ સોપી, પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી નાઓને તપાસ મદદમાં રહી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે ગુનો વહેલી તકે શોધી કાઢવા સુચના આપેલ હોઈ જે અનુસંધાને ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. કુશલ ઓઝા સાહેબનાઓએ એલ.સી.બી ભરૂચના અધિકારી/કર્મચારી નાઓએ ગુનો વહેલી તકે શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.
જેથી પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચનાઓએ ટીમો સાથે ગુના વાળી જ્ગ્યાની વીઝીટ કરી ગુનાવાળી જગ્યાના આસપાસના સી.સી.ટીવી ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સથી તથા આજુબાજુમાં રહેતા લોકોની પુછપરછ કરી અલગ અલગ દૃષ્ટીકોણથી ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરેલ. તપાસ દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી હકીકત મળેલ કે, “આ ગુનામાં ઉજ્જૈન ખાતે રહેતો જગદીશસીંગ સતપાલસીંગ સીંગ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઇ ગોપાલભાઇ તડવી નાનો સંડોવાયેલ છે” જે આધારે પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા નાઓએ પો.સ.ઇ. આર.કે.ટોરાણી નાઓને ટીમ સાથે ઉજ્જૈન તથા પો.સ.ઇ. ડી.એ.તુવર નાઓને ટીમ સાથે વડોદરા તાત્કાલિક રવાના કરેલ અને ઉજ્જૈન ખાતેથી જગદીશસીંગ સતપાલસીંગ સીંગ તથા વડોદરા ખાતેથી લાલુભાઈ ગોપાલભાઈ તડવી નાઓને પુછપરછ માટે અંક્લેશ્વર એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ આવી તે બન્નેની યુક્તિ પ્રયુક્તિથી ઉંડાણ પૂર્વકની પુછપરછ કરતા તેઓએ કબુલાત કરેલ કે, પકડાયેલ આરોપીઓ એકબીજાને ઓળખતા હોય તેઓને પૈસાની જરૂર હોય આજથી આશરે છ મહીના પહેલા તેઓ બપોરના આશરે ત્રણેક વાગે ગડખોલ પાટીયા તરફ ફરતા હતા દરમ્યાન અયપ્પા મંદીર સામે કેનાલ તરફ આ કામે મરણ જનાર દારૂ પીને પડેલ હોય અને તેની પાસે બાઇક તથા મોબાઇલ હોય જેથી બન્ને આરોપીઓએ તે લૂંટી લેવાના ઇરાદે મરણ જનારને વધુ દારૂ પીવડાવનો પ્લાન બનાવી મરણ જનારને બાઇક પર બેસાડી આગળ લઇ જઇ વધુ દારૂ પીવડાવી તેની પાસેનો બાઇક તથા મોબાઇલ પડાવી લેવા પ્રયત્ન કરતા મરણ જનારે સામે પ્રતિકાર કરતા તે બન્નેએ મરણ જનારને માથાના ભાગે તથા છાતીના ભાગે લાતો મારી નીચે પાડી મોત નીપજાવી તેનો મોબાઇલ તથા બાઇક પડાવી લીધેલ ત્યાર બાદ તેઓ બાઇક લઇને ભાગી ગયેલ અને પકડાઇ ના જવાય તે હેતુથી બાઇકની નંબર પ્લેટ તથા મોબાઈલ મા રહેલ સીમ કાર્ડ કાઢી ફેકી દીધેલ હોવાની કબુલાત કરતા બન્ને આરોપીઓને ખૂનના ગુનાના કામે અટક કરી આગળની વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ પો.ઇન્સ એસ.ઓ.જી. દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કરવામાં આવી રહેલ છે.



