
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : રોડ – રસ્તાના કામોમાં R&B વિભાગની નબળી કામગીરી,કરોડો રૂપિયાના નવીન રસ્તાઓનો પહેલા વરસાદે જ ભ્રષ્ટાચાર બહાર..?
નઠારા કામ સામે નઠારા તંત્ર ની જાણે કે લાલિયાવાડી હોય તેવી રીતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલતા રોડ રસ્તાના કામોમાં મસ મોટો ભ્રષ્ટાચાર બહાર આવતો જોવા મળી રહ્યો છે જેનું ઉદાહરણ ચોમાસાની ઋતુનો પહેલો વરસાદ વરસાદે નવીન બનાવેલા અને પૂર્ણ થવાના આરે જે રસ્તાઓ છે એમાં મસમોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું આખો આગળ દેખાતા કામોમાં પણ હવે અધિકારીઓ પણ તપાસ કરવા તૈયાર નથી રસ્તાનું કામ ચાલુ હોય ત્યાં SO પણ ઉપસ્થિત રહેતા નથી જાણે કે અંધેરી નગરીમાં ગંડુ રાજા જેવી પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહિ
મેઘરજ તાલુકામાં નવીન બનેલા કરોડો રૂપિયાના રોડ કામમાં જાણે મસ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવા કામો તેના પુરાવા જાતે જ સામે લાવે છે આ બાબત વારંવાર ધ્યાને આવવા છતાં કાને બહેરાશ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને આંખોમાં અંધાપો હોય તેવું લાગી રહ્યા છે. પછી નવીન રસ્તાઓ હોય કે નવીન ગરનાળા કે પછી રસ્તાના સાઈડોનું માટી કામ બધાજ કામોમાં વેઠ છતાં આ બાબતે કોન્ટ્રાકર કે તંત્ર નું પેટનું પાણી હલતું નથી. ત્યારે હાલ ચાલી રહેલા રોડ રસ્તાના કામોને લઇ R&B વિભાગની ઢીલી નીતિ અને ભ્રષ્ટાચાર રૂપી હલકી ગુણવતાના કામથી આમ જનતા પરેશાન છે





