HALOLPANCHMAHAL

હાલોલ બાયપાસ રોડ ઉપર બોલેરો ગાડી પાછળ કાર ઘૂસી જતા સર્જાયો અક્સ્માત 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૬.૨૦૨૪

અમદાવાદ થી પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવેલા એક માઈ ભક્તની બોલેરો ગાડી ની પાછળ હાલોલ બાયપાસ રોડ ઉપર વડોદરા ની એક ઇન્ડિકા કાર ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં ઈન્ડીકા ચાલક અને જીપ ચાલક વચ્ચે એક કલાકની રકઝક બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.સામાન્ય અકસ્માત માં કોઈ ને ખાસ ઇજા થઇ નથી કે નથી વધુ નુકશાન પરંતુ બંને વાહનો ના ચાલકોની જાહેર માર્ગ ઉપર રકઝક થતા લોકો માટે આ તમાશો મનોરંજન બની ગયો હતો.હાલોલ બાયપાસ રોડ ઉપર સવારે એક બોલેરો જીપ ની પાછળ એક ઇન્ડિકા કાર ઘુસી જતા અકસ્માત થયો હતો.જીપ અમદાવાદ ની હતી અને તે પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કરવા માટે આવ્યા હતા અને હાલોલ બાયપાસ ઉપર થી પાવાગઢ તરફ જઈ રહ્યા હતા. ત્યારે વડોદરા થી ઇન્ડિકા કાર લઈ એક પરિવાર હાલોલ તાલુકામાં મરણ પ્રસંગે આવ્યા હતા જેઓ જીપ ની પાછળ જઈ રહ્યા હતા ત્યારે કાર જીપ માં ઘુસી જતા અકસ્માત થયો હતો.અકસ્માત માં કોઈ ને ઇજાઓ થઈ ન હતી કે,કે કોઈ મોટું નુકસાન પણ ન હતું છતાં બંને પરિવારો વચ્ચે અકસ્માત માટે એકબીજા ઉપર દોષારોપણ કરતી રકઝક જાહેરમાર્ગ ઉપર તમાશો બની હતી.એક કલાક સુધી બંને પરિવારો પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ન હોઈ મામલો અંતે પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.જાહેર માર્ગ ઉપર બંને વાહનો ના ચાલકોની રકઝક ચાલી રહી હતી દરમ્યાન ત્યાં લોકટોળા એકત્ર થઈ ગયા હતા.

Back to top button
error: Content is protected !!