HALOLPANCHMAHAL

હાલોલ:શારદા વિદ્યામંદિર ખાતે બારમાં વાર્ષિક રમત ઉત્સવની ઉજવણી કરવામાં આવી.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૧૨.૨૦૨૪

રમતગમત એ શારીરિક પ્રવૃત્તિઓનું ઉત્તમ સ્વરૂપ છે, વિદ્યાર્થીઓને રમત-ગમત દ્વારા મનોરંજનની સાથે સાથે સહભાગિતા તથા ટીમવર્કની કેળવણી પૂરી પાડવા માટે શાળામાં રમતોત્સવ એક ઉત્તમ ભાગ ભજવતો હોય છે.તેને પરિપૂર્ણ કરવા શારદા વિદ્યામંદિર અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમમાં તા.૧૪/૧૨/૨૦૨૪ ના રોજ બારમાં વાર્ષિક રમતોત્સવનું  આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ સ્લો સાયકલીંગ, નીડલ થ્રેડ રેસ, દોડ , કબડ્ડી , ખો-ખો , ક્રિકેટ,  બુક બેલેન્સ જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કરાટે શો, પિરામિડ શો, દુપટ્ટા ડ્રીલ પ્રવૃત્તિ , વિવિધ પ્રકારની કસરતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ અદભુત બારમાં વાર્ષિક રમતોત્સવમાં શાળાના ટ્રસ્ટી ડૉ.અર્પિત ઠાકર તથા ચતુર્ભુજ પરીખ તથા વાલીઓ એ હાજરી આપી હતી,અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.વાલીઓ એ પણ વિવિધ રમતમાં ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમને ટ્રોફી આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.આમ આજના વ્યસ્ત જીવનમાં રમતગમત એ તણાવ તથા ચિંતાને દૂર કરવા તથા શારીરિક તંદુરસ્તી તથા માનસિક એકાગ્રતા કેળવવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે.રમતગમતમાં વ્યસ્ત રહેવાથી વ્યક્તિગત વિકાસ, કૌશલ્ય વિકાસ, સામાજિક ક્રિયાપ્રતિક્રિયા અને એકંદર આનંદની તકો મળે છે.જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે.

Back to top button
error: Content is protected !!