હાલોલ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલયની મુલાકાતે મુંબઇના શ્રેષ્ઠ ડોક્ટર્
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૧૦.૨૦૨૪
હાલોલ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલયમાં ડૉ નિમિષ શાહ એમડી, ડો મ્રીનાલ શાહ ,રાકેશ કાશીવાલા તથા પ્રિન્સિપાલ બિપીનભાઈનું ભારતીય સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું.આ વિશિષ્ટ મુલાકાતમાં પ્રાકૃતિક ખેતીની આધુનિક પદ્ધતિઓ, પર્યાવરણ સંરક્ષણ, અને જીવંત માઇક્રોબાયલ સંસાધનોના ઉપયોગની તબીબી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી.ડો રાજુ એમ ઠક્કરે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રમાં વર્તમાન પરિસ્થિતિ અને તેનું ભવિષ્ય સંરક્ષણ કેવી રીતે કરી શકાય તેની સમજ આપી હતી. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણને જ નહીં, પરંતુ ખેડૂતોને પણ સ્વસ્થ અને સમૃદ્ધ જીવન જાવાનું પ્લેટફોર્મ આપે છે.પર્યાવરણને અનુકૂળ અને રસાયણવિહીન ખેતી પદ્ધતિઓના વપરાશને પ્રોત્સાહિત કરવાની છે.આ મુલાકાત દરમ્યાન, મહેમાનોને પ્રાકૃતિક ખેતી માટેની વિવિધ વિજ્ઞાન આધારિત પદ્ધતિઓ, જેમ કે હળદર,પેડી, મકાઈ, ભીંડા અને અન્ય પાકોની ખેતીની સાથે જીવામૃત, ઘનજીવામૃતનો ઉપયોગ, કીટનાશકો વિના ખેતી વિશે પણ માહિતી આપી હતી.કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના વિદ્યાર્થીઓને મળીને મહાનુભાવો એ પ્રસન્નતા વ્યક્ત કરી ઉજ્જવળ કારકિર્દી ની શુભેચ્છા પાઠવી હતી.વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય ખેતી અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રત સાહેબ તથા માનનીય કુલપતિ ડો સી કે ટિંબડિયાજી ના માર્ગદર્શનમાં કાર્યરત એક અગ્રણી સંસ્થા છે,જેનો મુખ્ય ધ્યેય પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતીક્ષેત્રમાં નવીનતમ વિકાસ લાવવાનો છે.