HALOLPANCHMAHAL

પાવાગઢ ના પગથીયા પરથી ખળખળ વેહતું થયું પાણી,માતાજીના ભક્તોએ મન મૂકીને પ્રાકૃતિક સૌંદર્યને માણ્યું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૯.૭.૨૦૨૪

પંચમહાલ જિલ્લાનું હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળ પાવાગઢ ડુંગર અહીં આવતા યાત્રાળુઓ જ નહીં પરંતુ હૃદય માં પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ લઈ તેને નજીક થી માણવા આવનારા પ્રવાસીઓ માટે મનપસંદ નું સ્થળ બની ગયો છે,ડુંગર ઉપરના આહલાદક વાતાવરણ ને વરસાદ માં માણવા નો અવસર મળતા આજે અહીં આવેલા અનેક લોકો વરસાદમાં ભીંજાઈ ને ડુંગર ઉપર ઉતરી આવેલા વાદળો માં ખોવાઈ જવાની અનુભૂતિ કરી હતી.આજે સવાર થી ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થતા બપોર સુધી 12 મિલિમિટર જેટલો વરસાદ વરસ્યો હતો.ત્યારે યાત્રાધામ અને પ્રવાસન સ્થળ પાવાગઢ માં આવેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓ એ ડુંગર ઉપર ચારે બાજુ ખીલી ઉઠેલી પ્રાકૃતિક સુંદરતા ને જોતા ઠંડા પવનો વચ્ચે આહલાદક વાતાવરણ માં પોતાની યાત્રા અને પ્રવાસ કર્યો હતો,ધીમા વરસાદ માં પલળતા પલળતા મંદિર તરફ જઈ રહેલા અને નીચે ઉતરી રહેલા પ્રવાસીઓ એ ડુંગર ના પથ્થરો ને અથડાઈ વહેતા ઝરણા જેવા ખળખળ કરતા પગઠિયાઓ ઉપર થી પડતા નીર ને બેઘડી મણવાનો અવસર મળતા અનેકો આ પગથિયાંઓ ઉપર ઉભા રહી વરસાદી નીર ને વહેતા જોઈ રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!