હાલોલ મહાજન ઉચ્ચશિક્ષણ મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી રંગે ચગે કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૧૨.૨૦૨૫
હાલોલ મહાજન ઉચ્ચશિક્ષણ મંડળ સંચાલિત મોહનલાલ એન્ડ વિજયાબેન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ ને પચાસ વર્ષ પૂર્ણ થતા મંડળ દ્વારા ગોલ્ડન જયુબેલી વર્ષની ભવ્ય ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે મંડળ ના પ્રમુખ પ્રફુલભાઇ શાહની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ગોવિંદગુરૂ યુનિવર્સીટીના કુલપતિ હરિભાઈ કાતરીયા, રજિસ્ટ્રાર અનિલભાઈ સોલંકી, ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સ યુનિ. કુલપતિ ડો.સી કે ટીમ્બડીયા, લોકસાહિત્યકાર જે.બી ખાચર, મંડળના માનદ મંત્રી સમીરભાઈ શાહ તેમજ આ કોલેજ માં ભણી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નો આરંભ ઈશ્વરસ્તુતિ તેમજ દીપપ્રાગટ્ય કરી કોલેજના આચાર્ય ડો. યશવંત શર્મા એ ઉપસ્થિત સૌનું શબ્દોથી આવકારી પુષ્પગુછ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.જયારે આ મહોત્સવના માર્ગદર્શક એવા મંડળ ના મંત્રી સમીરભાઈ શાહએ સંસ્થાના પચાસ વર્ષ ની સિદ્ધિઓ દર્શાવતા કોલેજ ના ભૂતપૂર્વ પ્રોફેસરો અને વિદ્યાર્થીઓના યોગદાન બહુમૂલ્ય ગણાવ્યું હતું. દાતા શ્રીઓ પાસે અનુદાન મેળવી 1974 માં હાલોલ મહાજન ઉચ્ચશિક્ષણ મંડળની રચના કરી એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ની સ્થાપના કરી હતી.ત્યાર બાદ સમય જતા મંડળ ના અથાગ પ્રયત્નો થી હાલ માં લો કોલેજ સાયન્સ કોલેજ શ્રી વલ્લભાચાર્ય કોલેજ ઓફ સોસોયલ વર્ક ઉપરાંત ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ શાળાઓ ઉભી કરી શાળા તેમજ કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસ ની સાથે અનેક પ્રવૃતિઓ થી સિંચિત કરવામાં આવતા આજે 50 વર્ષે આ વટવૃક્ષ બની ગઈ છે તેમ જણાવ્યું હતું. ગોલ્ડન જયુબેલી વર્ષ ની ભવ્ય ઉજવણી અંતર્ગત 24 ડિસેમ્બરના રોજ ભગિની સંસ્થો દ્વવારા નગરમાં રેલી યોજાઈ હતી.26 ના રોજ સવારે 10 કલાકે કોલેજ દ્વવારા વિવિધ સામાજિક પ્રવૃત્તિ, સાંજે 5 કલાકે અંગ્રેજી માધ્યમ નો વાર્ષિક રસોત્સવ 27 મી ના રોજ ગુજરાતી માધ્યમનો રાસોત્સવ અને 28 ના રોજ સાંજે ખાસ કરી ને કોલેજમાં ભણી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું.જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વર્ષો પછી પડેલા વિદ્યાર્થીઓ એકબીજાને મળી પોતાના કોલેજ કાળ ની સ્મરણો તાજી કરી ગદગદિત થઇ ગયા હતા. તેમાંથી એક વિદ્યર્થીએ કહ્યું જયસ્વાલ મને ઓળખ્યો ને મને હરાવ્યો હતો તે હું પંકજ આવા અનેક મિત્રો મડ્યા હતા. અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. જયારે 29 ડિસેમ્બરના રોજ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી રંગે ચગે કરવામાં આવી હતી.















