HALOLPANCHMAHAL

પાવાગઢ ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરેથી પાવાગઢ પરિક્રમાના નવમા ચરણનો પ્રાંરભ કરાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૦.૧૨.૨૦૨૪

પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીનાં મંદિર ખાતેથી આજે સોમવારે પાવાગઢની પરિક્રમા સંતો મહંતો અને સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં આજે વહેલી સવારે માતાજીના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો.આ પાવાગઢ પરિક્રમા માં મોટી સંખ્યામાં પદયાત્રિકો જોડાયા હતા.યાત્રાધામ પાવાગઢની પરિક્રમા પાવાગઢ થી શરુ થઇ ૪૪ કિલોમીટર લાંબી અને અતિ પ્રાચીન પરિક્રમા જેનું વેદોમાં અને પુરાણોમાં અતિ મહત્વ ધરાવે છે.ઐતિહાસિક રીતે જાણવા મળતી માહિતી મુજબ અંદાજીત ૮૨૫ વર્ષ પહેલા વિશ્વામિત્ર ઋષિએ પાવાગઢ પરિક્રમાની શરૂઆત કરી હતી. જેથી આ પરિક્રમા ને વિશ્વામિત્રી પરિક્રમા તરીકે પણ બીજા શબ્દોમાં ઓળખાય છે. અને વિશ્વામિત્રી ઋષિની તપસ્વી એવા પાવાગઢ પર્વત જેનો આકાર શ્રીયંત્ર જેવો પર્વત હોવાને લઈ આ પરિક્રમા કરનાર પદ યાત્રીઓને શ્રીયંત્ર ની પરિક્રમા કરી હોવાનું શોભાગ્ય પ્રાપ્ત થાય છે.જેને લઈ તેમનું જીવન ધન્ય બની જાય છે.વર્ષો જતા આ પરિક્રમા વિસરાઈ ગઈ હતી.પરંતુ ભક્તોની શ્રદ્ધા અને આસ્થા જોતાં પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા ફરીથી પરિક્રમા શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત વર્ષ ૨૦૧૬ માં ફરી એક વાર પાવાગઢ પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. પ્રતિ વર્ષ જે માગસર મહિનાની કારતક માસની અમાસ નાં દિવસે તેનો આરંભ કરવામાં આવે છે જે પરિક્રમા આજના શુભ દિવસે પાવાગઢ વાઘેશ્વરી માતાના મંદિર થી વૈદિક મંત્રોચાર સાથે આરંભ કરવામાં આવ્યો હતો. પાવાગઢ પરિક્રમા માં જોડાયેલ હજારો પદયાત્રીઓ માટે વેક્લપિક સુવિધા તેમજ તે લોકોને કોઈ તકલીફ નાં પડે તે માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.જ્યારે આ યોજાયેલી ૪૪ કિ.મી.લાંબી પાવાગઢ પરિક્રમા યાત્રા પાવાગઢ ગામ ની અંદર થી ટપલાવાવ હનુમાનજી મંદિર, કોટ કાલી મંદિર, મેડી મદાર સીધનાથ મહાદેવ મંદિર થઈને નારાયણ ધામ તાજપુરા ખાતે રાત્રી રોકાણ કરશે. તેમજ બીજા દિવસે એટલે કે તા.૩૧ ડીસેમ્બરના રોજ તાજપુરા થી ધાબાડુંગરી ખૂણીયા મહાદેવ મંદિરે થઈને વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે યાત્રા પુર્ણ થનાર હોવાનું પરિક્રમા સમિતિ દ્વારા જણાવાય રહ્યું છે.આ યાત્રામાં યાત્રિકોની સાથે સાથે કંજરી રામજી મંદિરના મહંત રામશરણ દાસજી મહારાજ, તાજપુરા નારાયણ ધામના લાલબાપુ,સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર,પાવાગઢ પરિક્રમા સમિતિના સયોજક ડૉ.પરાગ પંડ્યા,હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ તેમજ પાવાગઢ નાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!