વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં આઈસર ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત નીપજ્યુ.જ્યારે કારમાં સવાર ચારને નાની મોટી ઈજાઓ પોહચી..
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મોડી સાંજે સુરતથી રાજુભાઈ સાહેબરંગ વાલ્મીકે-રે.કિમ સુરત,સંજયભાઈ આરતીપ્રસાદ ધિવર-કિમ સુરત,નિતીનભાઈ જ્યોર્જ કિમ સુરત,નતનિલ નાઈક-મુંબઈ,અનિલભાઈ ગુપ્તા-મુંબઈનાઓ હુંડાઈ એક્સ્ટર કાર.ન.જી.જે.05.આર.ડબ્લ્યુ.8194માં સવાર થઈ મહારાષ્ટ્રનાં નાંદેડ ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા.તે વેળાએ સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકનાં ચઢાણમાં એક શેરડીનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.23.એ.ટી.3968નાં ચાલકે આ કારને અડફેટમાં લઈ ટેમ્પાને પલ્ટી મારી દેતા ઘટના સ્થળે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ બનાવની જાણ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલને થતા તેઓની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી.અને કારમાં ફસાયેલ પ્રવાસીઓને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ.અહી સાપુતારા પોલીસની ટીમે જનરેટર દ્વારા ફોક્સ લાઈટ ઉભી કરી તુરંત જ બચાવ કાર્ય હાથ ધરતા અન્ય પ્રવાસીઓનાં જીવ બચી ગયા હતા.આ અકસ્માતનાં બનાવમાં કારમાં સવાર રાજુભાઈ સાહેબરંગ વાલ્મીકેને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ. જ્યારે કારમાં સવાર અન્ય ચાર ઈસમોને નજીવી ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે કારનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો.આ બનાવ સંદર્ભે સાપુતારા પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..
Sorry, there was a YouTube error.
Follow Us