રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા ઉત્તરાયણ નિમિતે નાના ભૂલકાઓને પતંગ નું વિતરણ કરાયું.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૧.૨૦૨૫
મકરસંક્રાંતિ એટલે દાન પુણ્યનો મહિમા ગાતું પવિત્ર પર્વ.આ ભાવનાને ચરિતાર્થ કરતા રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા ઉપરા ઉપરી વધુ એક સેવાકીય પ્રવૃત્તિ તારીખ ૧૧ જાન્યુઆરી એ હાથ ધરવામાં આવી હતી.હાલોલ થી આઠ કિલોમીટર દૂર પાવાગઢ પાસે નવા ઝાખરીયા ગામની પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓને 150 જેટલી ઉતરાયણ ની કીટ નું ક્લબ દવારા સભ્યોએ જાતે જઈને વિતરણ કરવામાં આવ્યું હતું.આ કીટમાં પાંચ નંગ પતંગ, એક દોરીની ફીરકી, ચશ્મા, પીપૂડું તથા માસ્ક એવી 150 કીટ વિદ્યાર્થીઓને વહેંચવામાં આવી.આ સેવા યજ્ઞમાં રોટરી ક્લબના પ્રમુખ હાર્દિક જોશીપુરા,ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રદીપ પરીખ તથા અન્ય સભ્યોમાં રાકેશ શિહોરા, વિપુલભાઈ રાણા તથા કલબના સભ્ય તેમજ શહેર ભાજપના ઈમીડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ ડો. સંજય પટેલે હાજર રહી સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. આ કાર્યમાં નવા ઝાંખરિયા શાળાના આચાર્ય તથા શિક્ષકો પણ હાજર રહ્યા હતા.












