હાલોલ-પટેલ ફળિયામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ ફરાર

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૧૧.૨૦૨૪
હાલોલ નગરના પટેલ ફળિયામાં ગત મોડી રાત્રે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા.સવારે મકાનમાં પહોંચેલા મકાન માલિકે મુખ્ય દ્વાર ખોલતા જ મકાનની પાછળનો દરવાજો ખુલ્લો જોતા ચોરી થયા હોવાની જાણ થઈ હતી. તસ્કરોએ બંધ મકાનના પાછળના દરવાજાની જાળીમાં લોખંડનો સળીયો તોડીને દરવાજામાં હાથ નાખી સાંકળ ખોલીને ઘરમાં પ્રવેશ્યા હતા.હાલોલ નગરમાં ચોરોનો ઉપદ્રવ વધ્યો છે.અનેક સોસાયટીઓ અને પોળો ના રહીશો પોતાનું મકાન બંધ કરી બહાર જતા ડરી રહ્યા છે. તસ્કરી ની ઘટનાઓ થી બંધ મકાનો સુરક્ષિત રહ્યા નથી. શહેર પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ કરવામાં આવે છે, તે નગરના મુખ્ય માર્ગો ઉપર કરવામાં આવતું હોવાથી મુખ્ય માર્ગો થી અંદર આવેલી સોસાયટીઓ તેમજ નગરના પોળ અને ફળિયાઓ ના રહીશો માં આ ચોરીની ઘટનાઓ ને લઈને ભારે ફાફડાટ ફેલાયો છે.નગરના પટેલ ફળિયા માં આવીજ ઘટના ને અંજામ આપવા આવેલા ચોર ફળિયા ના રહીશો જાગી જતા ભાગી છૂટ્યા હતા એ બાબતે શહેર પોલોસ ને જાણ કરવામાં આવ્યા છતાં ગત રાત્રે પટેલ ફળિયા નું એક બંધ મકાન તસ્કરો ના નિશાને આવી ગયું હતું. રોનક પ્રજાપતિ એ નગરમાં બીજું મકાન બનાવ્યું હોવાથી દિવાળી માં ત્યાં સમાન શિફ્ટ કર્યો છે, તો આ જુના મકાન માં હજી અડધો સામાન પડેલો છે. તો પાળેલા પ્રાણીઓ પણ આજ ઘર માં હોવાથી દિવસ દરમિયાન ત્રણ વખત આ પ્રાણીઓને ખોરાક અને પાણી આપવા માટે મકાન માલિક દરરોજ આવે છે. આજે સવારે તેઓ આવ્યા અને મકાન ખોલી ઘરમાં પ્રવેશતા જ ઘરનો પાછળનો દરવાજો ખુલેલો જોતા ઘરમાં પ્રવેશીને જોતા ઘરની તિજોરી તેમજ અન્ય સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો.મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતા રોનકભાઈ પ્રજાપતિએ તેમની માતાને જુના ઘરે બોલાવ્યા હતા જ્યાં તેમને અલગ અલગ જગ્યાએ રાખેલા 70 હજાર જેટલી રોકડ રકમ અને ચાંદી અને સોનાના દાગીના મળી આવ્યા ન હતા. તસ્કરો એ તિજોરી, કબાટ શયુટકેસ, બેગ સહિત તમામ ચીજ વસ્તુઓ ફેંદી નાખી હતી. રોકડ, દાગીના અને નવા કપડાં લઈ તસ્કરો ફરાર થઇ ગયા હોવાથી રોનક પ્રજાપતિ ફરિયાદ આપવા માટે શહેર પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં ફરજ ઉપર ના જવાબદારો એ માત્ર જાનવજોગ અરજી લઈ તપાસ કરીશું તેમ જણાવ્યું છે.










