જાંબુઘોડા ખાતે ઓપરેશન સિંદુરને વધાવવા અને વીર જવાનોના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૫.૨૦૨૫
જાંબુઘોડા તાલુકા ખાતે આજે મંગળવારના રોજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતી માં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમા જમ્મુ કાશ્મીર ના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા અને ત્યારબાદ આપડા દેશની સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પો અને પાકિસ્તાની સેનાના એરબેઝને ખતમ કરી નાખ્યા હતા જેમા આપડા ભારત દેશના રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં જાંબુઘોડા વિશ્રામગૃહ ખાતે થી તિરંગા યાત્રા યોજાઈ હતી જે યાત્રા તાલુકા પંચાયત,રણછોડજી મંદિર,મામલતદાર કચેરી, ડો. બાબાસાહેબ આંબેડકર ચોક જઈ તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જ્યારે આ તિરંગા યાત્રામાં જાંબુઘોડા જુથ ગ્રામ પંચાયત ના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ, કજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,જાંબુઘોડા તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંગભાઈ બારીઆ,હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ તેમજ વિવિધ સંગઠનો અને કર્મચારીઓ જાંબુઘોડા તાલુકાના તમામ ગામોના લોકો જોડાયા હતા.જ્યારે આ તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો વાગતા દેશભક્તિનો માહોલ છવાયો હતો અને ઉપસ્થિત સૌ કોઈ નાગરિકોએ હાથમાં તિરંગા સાથે વાતાવરણને તિરંગામય બનાવ્યું હતું.







