પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અર્થે વેજલપુર ખાતે નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત તાલીમ યોજાઇ

પંચમહાલ શહેરા
નિલેશકુમાર દરજી પંચમહાલ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત કાલોલ તાલુકાના અડાદરા ક્લસ્ટરના સ્વયં પ્રેરિત પસંદ કરેલ ૧૨૫ ખેડૂતોની તાલીમ યોજાઇ હતી.
તાલીમનો મુખ્ય આશય/હેતુ એ જ છે ખેડૂતો રવિ સિઝનમાં વાવેતરમાં પ્રાકૃતિક કૃષિ નો ઉપયોગ કરે. જેથી મહાનુભાવો દ્વારા પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો અને ફાયદાઓ અંગે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.વધુમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ચાલતા નિદર્શન તેમજ કિચન ગાર્ડન વિષય આધારીત સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ હતી તથા “સ્વદેશી અપનાવો” અંતર્ગત સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અને કરાવવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ તકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુરના વડા ડૉ.કનકલતા, વિષય નિષ્ણાંત પાકસંરક્ષણ ડૉ.શક્તિ ખજૂરીઆ, વિષય નિષ્ણાંત ગૃહવિજ્ઞાન ડૉ.રેણુ, આત્મા પ્રોજેક્ટના બી.ટી.એમશ્રી સ્નેહલ વરીઆ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર શ્રી યોગેશ પટેલ અને લ પ્રાકૃતિક કૃષિ બોર્ડના તાલુકા પ્રોજેક્ટ મેનેજર શ્રી જયેશ પગી તેમજ ખેતી મદદનીશ શ્રી કિરીટભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.





