PANCHMAHALSHEHERA

શહેરા નગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહ નો કાર્યક્રમ યોજાયો

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લામાં શહેરા નગરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા તુલસી વિવાહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરનાં હરિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તુલસી વિવાહ નામના એક ઉત્સવમાં હિંદુ પંચાંગના કારતક મહિનાની સુદ એકાદશીના દિવસે વિધિવત તુલસીના છોડને વિષ્ણુ સાથે પરણાવવામાં આવે છે. આ દિવસે વિવાહ-લગ્ન આદિ શુભ કાર્યમાટે અશુભ ગણાતા ચાતુર્માસનો પણ અંત આવે છે. આ વિવાહ સાથે ભારતમાં લગ્નની મોસમનો પ્રારંભ થાય છે. કારતક મહીનામાં દીવા પ્રગટાવવાની પ્રથા સાથે તુલસીની પણ પૂજા કરાય છે અને તેને શુકનવંતી મનાય છે. વૈષ્ણવો ખાસ કરીને કારતક માસમાં તુલસીની દરરોજ પૂજા કરે છે.તુલસીના લાકડા (થડ)માંથી બનેલા મણકાની માળા વૈષ્ણવો જપ માટે રાખે છે અને આવા જ ઝીણા મણકાઓની બનેલી તુલસી માળા ગળામાં પણ પહેરે છે. આ માળા પહેરનારને કૃષ્ણ કે વિષ્ણુ દ્વારા સંરક્ષિત મનાય છે. તુલસી અને વૈષ્ણવોનો એવો સંબંધ છે કે વૈષ્ણવોને ગળે તુલસીની માળા પહેરનાર તરીકે ઓળખાય છે. તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામા આવે છે. જેમના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે થયા હતા. ભગવાન શાલીગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના રૂપ છે. માનવામાં આવે છે કે, જે ઘરમાં તુલસીની પૂજા થાય છે, તે ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની ઉણપ આવતી નથી. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. કહેવાય છે કે જ્યારે બ્રહ્મવૈવર્ત પુરાણો અનુસાર તુલસી શંખચૂડ નામના અસુરની પત્ની હતી. તુલસીના સતીત્વને કારણે દેવો અસુરને મારી શક્ય નહિ ત્યારે આ પરંપરા શરૂ થઈ હતી. ભગવાન વિષ્ણુ શંખચૂડનું સ્વરૂપ બનીંને તુલસીનું સતીત્વ ખંડિત કરે છે આ પછી ભગવાન શિવ શંખચૂડને મારી નાંખે છે. જ્યારે તુલસીને આ ખબર પડી, ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર બનવા માટે શાપ આપ્યો. ભગવાન તુલસીના શ્રાપને સ્વીકારી અને કહ્યું કે તમે પૃથ્વી પર છોડ અને નદીઓ તરીકે રહેશો. ભગવાન વિષ્ણુને આ નદીના શાલિગ્રામ ભગવાન માનવામાં આવે છે.દે વઉઠી અગિયારસના દિવસે એટલે કે આજે ઘર અને મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શાલીગ્રામ અને તુલસીના લગ્ન સંપન્ન કરાવનારના જીવનમાં આવી રહેલી સમસ્યાઓનું અંત થાય છે.

Back to top button
error: Content is protected !!