GUJARATHALOLPANCHMAHAL

હાલોલ નગર સહિત પંથકમા બકરી ઇદ (ઈદુલ-અદહા)ની ઉજવણી હર્ષ ઉલ્લાસ પૂર્વક કરાઈ.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૬.૨૦૨૫

સમગ્ર દેશ ભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા ઈદુલ અદહા એટલે કે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી.જેને લઈ હાલોલ નગર સહિત પંથકમા આજે શનિવારનાં રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ ની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.નગરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને મોહમંદી સ્ટ્રીટ ખાતે આવેલ નૂરાની મસ્જિદ, લીમડી ફળિયા ખાતે આવેલ મોહમંદી મસ્જિદ,પાવાગઢ રોડ પર આવેલ મદની મસ્જિદ તેમજ કુબા મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જ્યારે ઇદગાહ ખાતે હાલોલ જુમ્મા મસ્જિદ નાં ઇમામ સૈયદ ઈલ્યાસ બાપુ દ્વારા નમાઝ અદા કરવામા હતી.જ્યારે પાવાગઢ રોડ પર આવેલ નૂરાની મસ્જિદ ખાતે પણ મસ્જિદ નાં ઇમામ મૌલાના વસીમ મામજી દ્વારા ઇદની નમાઝ અદા કરવામાં હતી.જ્યારે નગરમાં બકરી ઈદ ને લઇ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને એક બીજાને ગળે ભેટી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને હાલોલ શહેર ખતીબ મૌલાના યાકુબ રઝવી દ્વારા વિશેષ દુવા કરવામાં આવી હતી. જ્યારે ઇદ પર્વની ઉજવણી ને લઇ ઠેર ઠેર હાલોલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!