આણંદ રસ્તા – પાણી ની સહિતની સમસ્યાઓ અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન અપાયું
આણંદ રસ્તા – પાણી ની સહિતની સમસ્યાઓ અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન અપાયું.
તાહિર મેમણ : આણંદ – 05/08/2025 – આણંદ જે નગરપાલિકા હતું તેમાંથી મહાનગરપાલિકા બન્યાને સાત મહિનાથી વધુ સમય થયો છે. આજે આણંદ જિલ્લા કોંગ્રેસે કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી ને તેનું નિરાકરણ કરવાનું જાણવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક રસ્તાઓ તૂટેલી હાલતમાં છે. GUDCના કામો અધૂરા છે. શહેરમાં ટ્રાફિક અને રખડતા ઢોરની સમસ્યા છે.
કેટલાક વિસ્તારોમાં ગટર લાઈનો નથી. ઘણા વિસ્તારોમાં પીવાના પાણીનું પ્રેસર ઓછું આવે છે.
કરમસદ નગરપાલિકા, વિદ્યાનગર પાલિકા તેમજ ગામડી, લાંભવેલ, મોગરી અને જીતોડિયા પંચાયતના કામકાજો ઠપ થયા છે. નાગરિકોને સરકારી કામો માટે મુશ્કેલી પડે છે. પરીખભુવન, વિદ્યા ડેરી રોડ, મંગલપુર, સોગોડપુરા, બાકરોલ, મોટી ખોડિયાર અને પૂર્વ વિસ્તાર વિકાસથી વંચિત છે.કોંગ્રેસે આ વિસ્તારોમાં ટાઉન પ્લાનિંગ કરવાની માંગ કરી છે. મહાનગરપાલિકા બન્યા પછી પણ મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓ યથાવત છે.હાલ આણંદ ના રસ્તા બહુજ ખરાબ હાલત માં હોય તેને બનાવની માંગ કરવામાં આવી છે