પદયાત્રીઓને જામનગર જિલ્લા હોમગાર્ડઝની ખાસ સેવા મળશે
*જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન*
*જામનગર તા.16 સપ્ટેમ્બર,* જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળ સેવાની ભાવના સાથે નિષ્ઠા પુર્વક તમામ ફરજ બજાવે છે. જામનગરથી માતાના મઢ કચ્છ- ભુજ ચાલીને જતાં પદયાત્રીઓ માટે ધુંવાવ પછી ખીમલીયાના પાટીયાથી આગળ ન્યુ કમલ ઓટો ગેરેજ, ટાટા મોટર્સ ખાતે પદયાત્રી સેવા કેમ્પુનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તમામ પદયાત્રીઓ માટે ઠંડા પીણાંની બોટલ, નાસ્તાના પેકેટ અને સાથે સાથે દરેક પદયાત્રીઓની બેગમાંં રેડિયમ પટ્ટી લગાવી આપવાની સેવાઓ આપવામાં આવશે.
આ કેમ્પ તારીખ 22 થી 25 સપ્ટેમ્બર- આમ ચાર દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ લેવા તમામ પદયાત્રીઓને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી ગીરીશ સરવૈયા, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
*000000*
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com