હાલોલ- નગરપાલિકાની ચુટણીને લઈને તંત્ર સજ્જ, 6 વોર્ડની 15 બેઠકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૨.૨૦૨૫
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ મા રવિવારના રોજ યોજાવનાર મતદાન માં 6, વોર્ડ ની 15 બેઠકો માટે 36 મતદાન મથક પર 36 ઇવીએમ મશીન દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે 15 બેઠકો માટે 26 ઉમેદવારો ના ભાવી નો ફેસલો મતદારો કરશે મતદાનની તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં 9, વોર્ડ માટે 36 બેઠકો પર ચૂંટણીઓ જાહેર કરવામાં આવી હતી.જોકે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ દરમિયાન 21 બેઠકોના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા મતદાન અગાઉ 21 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જેમાં 3, જેટલા વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા છે.જ્યારે રવિવારના રોજ યોજાવનાર મતદાનમાં 6 વોર્ડની 15 બેઠકો માટે મતદાન યોજાવનાર હોય તંત્ર દ્વારા આ મતદાન 36 બુથ ઉપર 36 ઇવીએમ દ્વારા મતદાન કરાવવા નું હોય મતદાન પ્રક્રિયામાં જોતરાયેલા કર્મચારીઓને શનિવારના રોજ બેલેટ યુનિટ તેમજ કંટ્રોલ યુનિટ તેમજ મતદાન માટે જરૂરી સામગ્રી આપી મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવાના કરવામાં આવ્યા છે.જ્યારે જાણવા મળતી માહિતી મુજબ 36 બુથો પૈકી 14 બુથ સંવેદનશીલ હોવાનું જાણવા મળેલ છે.હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં મતદારો શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે હાલોલ ટાઉન પોલીસ દ્વારા મતદાન મથકો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે અંતર્ગત મતદાન પ્રક્રિયા દરમિયાન 1, ડી.વાય.એસ.પી, 1, પી.આઈ, 6, પી.એસ.આઇ, 43, પોલીસ જવાન, 60, હોમગાર્ડ તેમજ 8, એસ.આર.પી દ્વારા મતદાન મથકો ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જ્યારે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં 9, વોર્ડ ની 36 બેઠકો માટે કુલ મળી 46568 મતદારો મતદાન કરવાના હતા. જોકે 21, બેઠકો બિનહરીફ થતા 15887 મતદારો તેઓના મતદાન અધિકારથી વંચિત રહેશે તેમ જાણવા મળે છે.જ્યારે રવિવારના રોજ 15 બેઠકો માટે નગરના બાકી રહેલા 30681 મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવાઈ રહ્યું છે.







