PANCHMAHALSHEHERA

શહેરામાં બ્રહ્માકુમારીઝ દ્વારા ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ શાંતિ યાત્રા યોજાઈ: એ.એસ.આઈ. સિદ્ધરાજસિંહ દ્વારા પ્રસ્થાન કરાવાયું

 

પંચમહાલ ગોધરા

 

નિલેશભાઈ દરજી શહેરા

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વતૈયારીના ભાગરૂપે શહેરા નગરમાં બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર દ્વારા ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ શાંતિ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરા નગરમાં શાંતિના તરંગો ફેલાવવા અને લોકોમાં સ્વાસ્થ્ય તેમજ આધ્યાત્મિકતા પ્રત્યે જાગૃતિ આવે તેવા શુભ ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ અનોખી યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. શહેરા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એ.એસ.આઈ.) સિદ્ધરાજ સિંહ દ્વારા આ શાંતિ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ શાંતિ યાત્રા દરમિયાન ભાઈ-બહેનો માર્ગો પર ચાલતા-ચાલતા વિવિધ યોગાસનો પ્રદર્શિત કરીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નગરભ્રમણ બાદ યાત્રાનું ભવ્ય સમાપન હોમગાર્ડ કમાન્ડર રાજુભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી રતન દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉપસ્થિત જનમેદનીને યોગ અને આધ્યાત્મિક જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર શહેરા નગરમાં આ રેલીએ ભારે સકારાત્મક ઊર્જા અને જાગૃતિનો માહોલ સર્જ્યો હતો.

Back to top button
error: Content is protected !!