HALOLPANCHMAHAL
હાલોલ ટાઉન પોલીસ અને હાલોલ રૂરલ પોલીસ મથકે 78માં સ્વતંત્રતા પર્વની આન બાન સાથે ઉજવણી કરાઇ.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૫.૮.૨૦૨૪
સમગ્ર દેશ ભરમાં આજે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઇ હાલોલ ટાઉન અને હાલોલ રૂરલ પોલીસ મથકે પણ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે હાલોલ ટાઉન પોલીસ મથકે Asi ભાવસિંહ ધરમસિંહ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જ્યારે હાલોલ રૂરલ પોલીસ મથકે પીએસઆઇ જે.ડી.તરાલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તમામ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહી 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આન બાન શાનથી રંગે ચંગે કરવામાં આવી હતી.













