હાલોલ વિશ્વ હિન્દુપરિષદ સંગઠન દ્વારા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૪.૨૦૨૫
હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.જેમા ૧૪૩ દર્દીઓ એ કેમ્પનો લીધો હતો. જેમાં દર્દીઓ ને નિષ્ણાત ડોક્ટર દ્વારા યોગ્ય તપાસ રોગ ને લગતી યોગ્ય સલાહ સૂચન ની સાથે મફત દવા ગોળી નું વિતરણ કરવામાં આવ્યું હતું.14 એપ્રિલ ના રોજ બાબા સાહેબ આંબેડકર જયંતિ ને લઇ સમગ્ર ગુજરાત માં આજે રવિવાર ના રોજ એકજ સમયે ૫૦૦ ઉપરાંત સ્થળ પર વિશ્વ હિન્દૂ પરિસદ દ્વારા નિઃશુલ્ક સર્વ રોજ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત હાલોલ વિશ્વ હિન્દૂ પરિષદ સંગઠન દ્વારા હાલોલ કંજરી રોડ સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલ સરકારી દવાખાના ના ડો.જીજ્ઞાબેન પટેલ સાથે ગોધરા મેડિકલ કોલેજ ની ટીમ દ્વારા બપોર ના એક વાગ્યા સુધીમાં 143 દર્દીઓને નિદાન કરી યોગ્ય સલાહ સૂચન સાથે દવા ગોળી નું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દૂ પરિષદ ના જિલ્લા મહામંત્રી ચેતનભાઈ માસ્ટર,હાલોલ પ્રખંડ મંત્રી નિલેશ સિંહ ચૌહાણ સહમંત્રી કમલેશ પરમાર સહીત સંજય પટેલ, શૈલેષભાઇ ઠાકોર, જયેશભાઇ ચૌહાણ, ધવલ પટેલ,વિશ્રુતભાઈ સહીત ડોક્ટર ટીન ઉપસ્થિત કેમ્પને સફળ બનાવ્યો હતો.








