વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ દાદરી ફળિયા ચીખલી રોડ ખાતે જય જલારામ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાના મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગ દરમિયાન રસોઈયા ની નજર તુલસી ગોલ્ડ રાઈસના પેકેટ પર પડી, જેમાં સ્પષ્ટ રીતે એક્સપાયરી ડેટ દર્શાવાઈ હતી. તાત્કાલિક આગેવાન શ્રી દીપક પટેલને જાણ કરવામાં આવી.લોકોના આરોગ્યને નુકસાન ન થાય તે માટે મંડળના સભ્યોએ સતર્કતા દાખવીને એક્સપાયરી રાઈસ ખસેડી નાશ કર્યો. જેના કારણે શક્ય મોટું ફૂડ પોઈઝનિંગ ટળી ગયું.ઉલ્લેખનીય છે કે આ રાઈસ ખેરગામના *નિલેશ કિરણ સ્ટોર (અતુલ ફળિયા)*માંથી ખરીદવામાં આવ્યો હતો. દુકાનદાર પાસેથી મેળવેલા બિલ અનુસાર માલ વલસાડના M/s દિનેશચંદ્ર પાસેથી તા. 28/8/25ના રોજ મંગાવવામાં આવ્યો હતો.પછી દુકાનદારની હાજરીમાં પેકેટ ખોલતાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. પેકેટમાં સસ્તા અનાજની દુકાનનો રાઈસ ભરેલો હતો, જ્યારે પેકેટ પર ₹2100 નો ભાવ તથા એક્સપાયરી “21–22” અને “24 મહિનાની વેલિડ” દર્શાવેલું હતું.આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે કે મોટા વેપારીઓ એક્સપાયરી માલ નાના વેપારીઓને પૂરું પાડી આદિવાસી વિસ્તારોમાં વેચાણ કરે છે, જેના કારણે ગરીબ લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. હવે સૌની નજર તંત્ર પર છે કે આ મામલે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે.