ગણિતના ગગનમાં પુસ્તકોના પંખી”રાષ્ટ્રીયગણિત દિવસ: મધ્યસ્થ ગ્રંથાલય, જી. ડી. મોદી વિદ્યાસંકુલ, પાલનપુર દ્વારા’ પુસ્તકપ્રદર્શન

23 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર
બનાસકાંઠા”ગણિતના ગગનમાં પુસ્તકોના પંખી”રાષ્ટ્રીયગણિત દિવસ: મધ્યસ્થ ગ્રંથાલય, જી. ડી. મોદી વિદ્યાસંકુલ, પાલનપુર દ્વારા’ પુસ્તકપ્રદર્શન’રર ડિસેમ્બરના રાષ્ટ્રીય ગણિત દિવસ ના ઉપલક્ષ્યમાં, સેન્ટ્રલ લાઇબ્રેરી, જી. ડી. મોદી વિદ્યાસંકુલ, પાલનપુર ખાતે એક વિશિષ્ટ “પુસ્તક પ્રદર્શન”નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શન દરમિયાન ગણિતના વિશ્વને સમર્પિત પુસ્તકો, સંદર્ભ ગ્રંથો, વિજ્ઞાન-સાહિત્ય અને આકર્ષક પ્રકાશનો પ્રેક્ષકોના અવલોકન માટે રજૂકરવામાં આવ્યા.
આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય ગણિત વિષયપ્રત્યેની રુચિ અને જિજ્ઞાસા વધારવાનો છે. ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન જેમનો જન્મદિવસ (૨૨ ડિસેમ્બર) ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેમના જીવન, સિદ્ધિઓ અને ગણિતના ક્ષેત્રે થયેલી અન્યપ્રગતિથી વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમાજને પરિચિત કરાવવાનો પ્રયાસ છે.વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગણિત-પ્રેમીઓ, સંશોધકો અને જ્ઞાનના ઇચ્છુક તમામ વર્ગના લોકો માટે આ પ્રદર્શન ખૂબ જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક સાબિત થયું. આ પ્રદર્શની દ્વારા ગણિતના ક્ષેત્રે રુચિ ધરાવતાં લોકોને એકત્રિત કરવાનો અને ગણિતના આનંદને સહૃદયતાથી અનુભવવાનો એક સુવર્ણ અવસર પ્રાપ્તથયો.
આ સમગ્ર પુસ્તક પ્રદર્શનમાં ગ્રંથપાલ ર્ડા. સમીર ચૌધરી, ડૉ. ભારતી સોલંકી, અધ્યાપક શ્રી હરેશ ચૌધરી, શ્રી અનીલભાઈ પરમાર, શ્રી પરેશભાઈ મોઢ,શ્રી સાગરભાઈનાઈ, શ્રીનૈનેશભાઈગાંધી તેમજ સેવકભાઈ શાન્તીભાઈ, સંજયભાઇ અને વિધાર્થી મિત્રોનો સહયોગ રહ્યો હતો.
ગણિતના ગગનમાં પસ્તકોના પંખી Banaskantha District Kelavani Mandal, Palanpur managed
SHREE JORMALBHAI M. MEHTA&SMT. LAXMIBENJ. MEHTΑ
CENTRAL LIBRARY
D. ModiVidyasankul, Opp. S.T.Workshop, Highway, PALANPUR-385001 (Β.Κ.)
Ph:02742-266572 Email: centrallibrarypIn@gmail.com
ગણિતના ગગનમાં પુસ્તકોના પંખી
ગણિત છે જીવનની ભાષા, પુસ્તકો છે તેની પાઠશાળા. ગણિતવિણા વિશ્વ અધૂરું, પુસ્તકવિણા જ્ઞાન અધૂરું. એકપુસ્તક, અનેકઉકેલ- ગણિતની દુનિયાના અનોખા મેળ.૨૨ડિસેમ્બર:ગણિતને સમર્પિત દિવસ, પુસ્તકોને સમર્પિતપ્રદર્શન





