ગણેશોત્સવ તેમજ ઈદે મિલાદ તેહવારોને અનુલક્ષીને રાજપીપળામાં પોલીસની ફ્લેગ માર્ચ
રાજપીપલા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા
રાજપીપલા : જુનેદ ખત્રી
આગામી દિવસોમાં મુસ્લિમોનો તહેવાર ઈદે મિલાદ તેમજ હિન્દુ સમાજનો ગણેશોત્સવ બંને તહેવારો આવી રહ્યા છે જેના અનુસંધાને રાજપીપળા પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસવળા પ્રશાંત સુબેની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી ઉપરાંત રાજપીપળા ટાઉનમાં ફુટ પેટ્રોલિંગ કરી રૂટ નિરીક્ષણ કર્યું હતું
શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોએ તેમજ ગણેશોત્સવના આયોજકો દ્વારા જરૂરી સૂચનો કર્યા હતા. તમામ સૂચનો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બંને ધર્મોના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે દિશામાં પ્રયાસ કરવા માટે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે તમામને સૂચનો કર્યા હતા ઉપરાંત તેહવારોની ઉજવણી દરમિયાન કોઈપણ અસામાજિક તત્વ જણાય ત્યારે પોલીસનો સંપર્ક કરવા પણ આહવાન કરાયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ગ્રીન ટ્રિબુનલ ના આદેશ મુજબ નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતે પણ કૃત્રિમ તળાવમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવનાર છે ત્યારે રાજપીપળા નગરપાલિકા દ્વારા કુવારા પાસે મહાકાય કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે વિસર્જન બાદ પણ કૃત્રિમ કુંડની પવિત્રતા જળવાઈ રહે તેવા ગણેશ મંડળના આયોજકો દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા ત્યારે નર્મદા જિલ્લા પોલીસવળા પ્રશાંત સુબે દ્વારા કૃત્રિમ તળાવની જાળવણી માટે બાહેધરી આપવામાં આવી હતી
શાંતિ સમિતિની બેઠક મળ્યા બાદ જિલ્લા પોલીસવળા પ્રશાંત સુબે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ઇદે મિલાદ અને ગણેશોત્સવ શાંતિપૂર્ણ આનંદ ઉલ્લાસથી ઉજવાય તે દિશામાં પ્રયાસો કરાઈ રહ્યા છે ગણેશ વિસર્જન સંદર્ભે તેમજ ઈદ-એ-મિલાદના જૂલુસ સંદર્ભે આયોજકોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં અને પોલીસ બંદોબસ્ત સાથે બંને તહેવારો ઉજવાય તેવી આશા વ્યક્ત કરી હતી રાજપીપળા શહેરમાં પોલીસ સ્ટાફને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ કરીને રૂટનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો પૂરા પાડ્યા હતા ઉપરાંત કેટલા લોકોની રજૂઆત હતી કે કૃત્રિમ તળાવમાં વિસર્જન બાદ પવિત્રતા જળવાતી નથી ત્યારે નર્મદા જિલ્લા પોલીસવળા પ્રશાંત સુબે કૃત્રિમ તળાવની પવિત્રતા જળવાય તે માટે બંદોબસ્ત મૂકવા માટે બાહેધરી આપી હતી