બોટની વિભાગ દ્વારા પેરેન્ટ્સ ટીચર્સ મીટીંગ તથા સમૂહ ભોજન કાર્યક્રમનું આયોજન

11 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બોટની વિભાગ દ્વારા પેરેન્ટ્સ ટીચર્સ મીટીંગ તથા સમૂહ ભોજન કાર્યક્રમનું આયોજન.બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ના બોટની ડિપાર્ટમેન્ટ દ્વારા આજરોજ તારીખ 10 સપ્ટેમ્બર 2025ના પેરેન્ટ્સ ટીચર મીટીંગ તથા સમૂહભોજન નું આયોજન કરાયેલ. આ કાર્યક્રમમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોલેજોના એકેડેમિક ડાયરેક્ટર ડૉ.અમિતભાઈ પરીખ, સંસ્થાના આચાર્ય ડો. યોગેશભાઈ ડબગર, બોટની વિભાગના વડા ડૉ. મુકેશભાઈ પટેલ, ઝુલોજી વિભાગના વડા ડૉ. સુરેશભાઈ પ્રજાપતિ, પી. જી. બોટની ઇન્ચાર્જ ડૉ. જે. એન. પટેલ, રસાયણશાસ્ત્ર વિભાગ વડા ડૉ . જી.ડી આચાર્ય તથા ડૉ. હરેશભાઈ ગોંડલીયા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં આવતા તમામ મહેમાનથી લઈને વિધાર્થીઓનું સ્વાગત સનાતની પરંપરા મુજબ તિલકથી કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના તથા સમૂહ શ્લોકગાનથી કરવામાં આવી. કાર્યક્રમની રૂપરેખા તથા પ્રસ્તાવનામાં ડૉ.ધ્રુવ પંડ્યા દ્વારા પેરેન્ટ્સ ટીચર્સ એસોસિએશનનું આવનારી પેઢી માટે મહત્વ કે જેમાં દરેક વિદ્યાર્થી શિક્ષિત નહીં પરંતુ સભ્ય અને સુસંસ્કૃત બને તે મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટીકરણ કરાયું. ડૉ. યોગેશભાઈ ડબગર દ્વારા શાબ્દિક સ્વાગત તથા આશિર્વચન પ્રાપ્ત થયેલ જેમાં સાહેબશ્રીએ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા સાથે NEP ના Holistic Education Approaches પર પ્રકાશ પાડેલ. ડૉ. અમિતભાઈ પરીખ સાહેબ તરફથી આશિર્વચન પ્રાપ્ત થયેલ જેમાં ભણવાની સાથે Skill Enhancement Courses પર વાત કરેલ જેમાં વિધાર્થી શિક્ષિત નહીં સારી રોજગારી પ્રાપ્ત કરે તેવી તકોની માહિતી આપીને આ પેરેન્ટ્સ ટીચર્સ મીટીંગને એક ઇકોસિસ્ટમ શબ્દ તરીકે ઉલ્લેખ કરેલ જેમાં વિધાર્થી, ગુરુજનો, પેરેન્ટ્સ તથા મેનેજમેન્ટ બધા ઘટકો અને તેનું મહત્વ વર્ણવેલ. ડૉ. સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા પણ એક સભ્ય સમાજની રચના માટે જવાબદાર પરિબળો વિષે ચર્ચા કરીને ઇકોસિસ્ટમ શબ્દની દરેક કડીના મહત્વ અને સંરક્ષણ પર ભાર મૂક્યો. દરેક વિધાર્થીના વાલીઓ દ્વારા પણ ખૂબ સારા અને ઉત્કૃષ્ટ પ્રતિભાવો તથા હકારાત્મક સૂચનો પ્રાપ્ત થયેલ. દરેક વિધાર્થીઓ પોતાના ઘરેથી બનાવેલ એક એક પરંપરાગત વાનગીઓ સપ્રેમ બધાને પીરસેલ, તમામ સ્ટાફમિત્રો અને વાલી સાથે વિધાર્થીઓએ સમૂહભોજનનો આનંદ માણેલ. કાર્યક્રમનું આયોજન બોટની વિભાગના સ્ટાફ મિત્રો ડૉ. મુકેશભાઈ, ડૉ. જે એન પટેલ, ડૉ. સુરેશભાઈ, ડૉ. હરેશભાઈ શ્રી કેશાભાઈ ઠાકોર, શ્રી લલિતભાઈ તથા કાર્યક્રમનુ સફળ સંચાલન ડૉ. ધ્રુવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિધાર્થી સ્વયંસેવકોનું અમૂલ્ય યોગદાન રહ્યું. કાર્યક્રમનો અંત સમૂહ છબી લઈને કરવામાં આવ્યો.














