GUJARATSAYLA

*ધર્મ જાગરણ સમન્વય ચોટીલા સમિતિ દ્વારા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું.*

ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે. ધર્મ જાગરણ સમન્વય આયોજિત ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા પ્લાસ્ટિક અને પ્રદૂષણ મુક્ત થીમ આધારિત આજે તા. ૨૪મી એપ્રિલના રવિવારે ચૈત્રી નવરાત્રી છઠ્ઠા નોરતે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરાયું હતું. આ ધર્મોત્સવ અંતર્ગત સવારે ૮-૦૦ કલાકે નવગ્રહ મંદિર ખાતે સાધુ સંતો અને ધર્મ પ્રેમી આગેવાનો દ્વારા સભા બાદ ધ્વજા દંડની પૂજા બાદ પરિક્રમા યાત્રાનુ પ્રસ્થાન કરાવાયું. ચોટીલા ડુંગર પરિક્રમા ૦૬ કિલોમીટરના રૂટમાં દર ૮૦૦ મીટરના અંતરમાં પાણી, છાશ, શરબત તેમજ પરિક્રમાની પૂર્ણાહુતિ બાદ ચામુંડા ભોજનાલય મહાપ્રસાદનું આયોજન ૧૧ વાગ્યેથી બપોરે ૨-૦૦ દરમ્યાન કરાયું.‌ હોટીલા ડુંગર પરિક્રમા નવગ્રહ મંદિરથી નાના પાળીયાદ રોડ થઈને ખોડીયાર ગાળા અને કબીર આશ્રમ થઈ ચોટીલા ડુંગર તળેટીમાં અઢી કલાકે પૂર્ણ થઈ.‌ સમગ્ર પરિક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા છે. આ વેળા અમુક અમુક અંતરના કેમ્પો સાથે સાથે અનેક સ્વંયસેવકો ખડેપગે તહેનાત હતા. એટલું જ નહીં પરંતુ મ ભક્તોની આરોગ્ય સેવા માટે એક મેડિકલ ટીમ ૧૦૮, ફાયરટીમ પણ ઉપલબ્ધ હતી.‌ આ જગત સુર અને અસુરોના સંગ્રામ ક્ષેત્ર છે. સર્વ શક્તિ પ્રદાનમાં અસુરોની શક્તિને પરાભૂત કરીને માઁસુર શક્તિનો વિજય અને આનંદ પ્રદાન કરે છે.‌ સંકટ ભલે કેટલું મોટું અને પ્રબળ હોય, પરંતુ યથાર્થ ભાવથી માતાજીની સેવા -પૂજા કે પરિકમા કરવાથી માં ના કૃપાપાત્ર બનવા તથા આપણાં પંથમાં સંગઠિત ધાર્મિક શક્તિ નિર્માણ કરવા માટે સામુહિક પરિક્રમા માટે ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ તથા ધર્મરક્ષા સમિતિ પ્રેમ બાપુ – શતરંગ (પરિક્રમા સમિતિ સંયોજક) અશોકસિંહ જાડેજા (પ્રાંત સંયોજક ધર્મ જાગરણ), સંદિપભાઈ શાહ, જયેશભાઈ શાપરા, (પરિક્રમા સમિતિ સહસંયોજક) ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ, નરસિંહભાઈ ચાદેગરા – તલાલા, દિનેશભાઈ જોપી – સુ.નગર હળવદ, ભરતસિંહ ડાભી – સુ.નગર‌, લાલભા ગઢવી કિશોરભાઈ ભાલોડીયા – મોરબી, નરેન્દ્રસિંહ સરવૈયા – સુ.નગર, દિપકભાઈ જાની,‌‌કૌશલભાઈ ઠાકર,‌‌ વિનયભાઈ ચાવડા, જગદિશભાઈ કાપડી દ્વારા નિમંત્રણ હતું.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!