
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા પેલેટ ચોકડી પર અક્સ્માત, ટ્રક ચાલકે 4 વર્ષની બાળકીને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત,જિલ્લામાં તંત્ર ને આંખે અંધાપો તેમજ કાને બહેરાશ હોય તેવો ઘાટ
મોડાસાની અંદર પેલેટ ચોકડી પર ટ્રાફિક સમસ્યા જે માથાનો દુખાવો સમાન છેલ્લા કેટલાય સમયથી બની રહી છે છતાં જિલ્લા ટ્રાફિક પોલીસ આ બાબતે નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો નિકાલ લાવવામાં તંત્ર નિષ્ફળ નિવડતું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ પામેલ છે જેના કારણે અવારનવાર ચોકડી પર અકસ્માતના બનતા હોય છે ફરી એકવાર પેલેટ ચોકડી પાસે ભયકંર અકસ્માત થયો હતો અને અકસ્માતની અંદર ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લીધો હતો. જ્યાં ચાર વર્ષની બાળકીને ટ્રક ચાલક કે કચડી નાખી હતી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું .માતા-પિતાને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સાર્વજનિક દવાખાના મોડાસા ખાતે ખસેડાયા હતા.ચાર વર્ષીય બાળકીનું મોત થતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને ટ્રક ચાલકને સ્થાનિક લોકો એ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પરંતુ સ્થાનિક લોકોએ પણ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા અને વારંવાર થતાં અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.જ્યારે કોઈપણ સમસ્યા ઉદભવે છે ત્યારે જ આ તંત્ર જાગે છે.
પેલેટ ચોકડી પર સર્જાતા ટ્રાફિક એ માથાના દુખાવા સમાન હોય તેવી પરિસ્થિતિ છે. વારંવાર આ ચોકડી પર ટ્રાફિક સમસ્યા સર્જાય છે છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ નિકાલ થતો નથી અને એકના એક પરિસ્થિતિ ઉદ્ભવતી જોવા મળતી હોય છે. હાલ અરવલ્લી જિલ્લાની પરિસ્થિતિ એટલે દયનીય છે કે ભ્રષ્ટાચારથી લઈને કોઈપણ સમસ્યા હોય એમાં તંત્ર હંમેશાં નઠારૂ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જિલ્લાની ટ્રાફિક પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે કેટલીક વાર ટ્રાફિક પોલીસ પણ ત્યાં શોભાના ગાંઠિયા સમાન ઉભી હોય તેવો ઘાટ જોવા મળે. તંત્રની આંખે અંધાપો અને કાને બહેરાશ હોય તેવો જ ઘાટ અરવલ્લી જિલ્લાની અંદર દિનપ્રતિદિન વધી રહ્યો છે વારંવાર સર્જાતી પરિસ્થિતિ ને તંત્ર ધ્યાને નથી લેતું જેના કારણે અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો હોય તો નવાઈ નહીં.!! મોડાસાની અંદર ખાસ ટ્રાફિક સમસ્યા નિવારવામાં આવે તે ખૂબ જરૂરી છે. મોડાસા ચાર રસ્તા ખાતે પણ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે પરંતુ એ પણ જાણે કે શોભાના ગોઠીયા સમાન હોય તેવું લાગી રહ્યું છે.




