BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા પોલીસ મથકના દાહોદ જીલ્લાના આરોપીને પેરોલ ફ્લો સ્કોડે રાજકોટ થી પકડ્યો

ઝઘડિયા પોલીસ મથકના દાહોદ જીલ્લાના આરોપીને પેરોલ ફ્લો સ્કોડે રાજકોટ થી પકડ્યો

આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય પેરોલ ફ્લો સ્કોડે રાજકોટ થી પકડી પાડ્યો

 

ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય કુમાર મિણા એ પેરોલ જમ્પ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ખાસ ઝુંબેશ રાખી હતી, જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ મગનભાઈ દોલાભાઈ દ્વારા એક ટીમ બનાવી જિલ્લાના બનેલા ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓને પકડવા સારું રાજકોટ ખાતે તપાસમાં ગયેલ હતા, તે દરમિયાન મળેલ બાતમી અને હ્યુમન રીસોર્સ અને ટેકનિકલ સર્વિલન્સ ના આધારે ઝઘડિયા પોલીસ સ્ટેશન માં એક ગુનાના કામનો નાસતો ફરતો આરોપી મુકેશ માલજીભાઈ રાઠોડ રહે. રાબદાર, સરપંચ ફળિયુ તા. જી. દાહોદ, હાલ રહે. અરણી તા. ઉપલેટા જી. રાજકોટને અરણી મુકામેથી હસ્તગત કર્યો હતો, ત્યારબાદ હસ્તગત કરેલા આરોપીને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!