MORBI:મોરબીના જુના ઘુંટુ રોડપર કારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના જુના ઘુંટુ રોડપર કારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ફલાવર સીરામીક સામે રોડ ઉપર થી એક હોન્ડા કંપની કારમાંથી ઇગ્લીશ દારૂના જથ્થો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે ખાનગીરાહે બાતમી મળેલ કે, હળવદ બાજુ થી એક હોન્ડા કંપની સફેદ કલર ની ફોર વ્હીલ ગાડી નંબર GJ-08- CM-2731 વાળી માં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી જુના ઘુંટુ રોડ થઇ મોરબી તરફ આવનાર છે તેવી મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ ફલાવર સીરામીક સામે રોડ ઉપર વોંચ દરમ્યાન બાતમીવાળી ફોર વ્હીલ કાર નંબર GJ-08- CM-2731 વાળી નીકળતા તેને આડસ ઉભી કરી ગાડી રોકાવી ચેક કરતા ગાડીમાંથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૯૯ કિં.રૂ.૧,૩૪,૨૦૦/- તથા એક હોન્ડા કંપની સફેદ કલર ની ફોર વ્હીલ ગાડી કી. રૂ. ૩,૦૦,૦૦૦/-નો મળી કુલ કિં રૂ. ૪,૩૪,૨૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટક કરી કુલ ત્રણ આરોપી પૃથ્વીરાજસિંહ ખોડુભા ઝાલા (ઉવ-૩૪)રહે. મોરબી સેવાસદન રોટરીનગર તા-જી મોરબી તથા શુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ (ઉવ-૩૮) રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ મોરબી મુળગામ-કંથારીયા તા.લીંબડી જી. સુરેન્દ્રનગર અને મુબારકભાઈ અલ્યાસભાઇ સંધિ રહે. માજી સૈનીક સોસાયટી ધ્રાંગધ્રાવાળા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.






