AHAVADANGGUJARAT

વ્યારા-આહવા રૂટનાં એસ.ટી. બસનાં કર્મચારીઓનાં મનસ્વી વલણથી ડાંગના મુસાફરો અને વિદ્યાર્થીઓ પરેશાન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

વ્યારા – આહવા એસ.ટી. બસનાં ડ્રાઇવર અને કંડકટર દ્વારા મનસ્વી કારભાર કરી ડાંગ જિલ્લાના બસ સ્ટોપ પરથી વિદ્યાર્થીઓને બસમાં લઈ જવામાં આવતા નથી.જેને લઇને જાગૃત જનતાએ  વિભાગીય નિયામકની કચેરી એસટી વલસાડ અને ડાંગ જિલ્લા કલેકટરથી લઇ મુખ્યમંત્રીની કચેરી સુધી અનેક રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહીના નામ પર શૂન્ય જોવા મળી રહ્યું છે.ત્યારે અહી એસટી નિગમના કર્મચારીઓ દ્વારા માત્ર પોતાના હિતને ધ્યાનમાં રાખીને જ કામગીરી કરવામાં આવતી હોય તેવુ જણાઈ રહ્યું છે.ગુજરાત રાજય માર્ગ વાહનવ્યવહાર નીગમ દ્રારા સંચાલીત વિભાગીય નીયામકની કચેરી, એસટી વલસાડના તાબા હેઠળ ચાલતા આહવા ડેપોમાં સવારે ૦૫:૧૫ કલાકે ઉપડતી આહવા-વ્યારા બસ જે વ્યારાથી ૦૭:૫૦ કલાકે વર્ષોથી ઉપડતી હતી. જે સમય સર્વે નોકરિયાત તથા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુબ જ અનુકુળ હતો.ત્યારે આ સમયમા ફેબદલ કરવામાં આવે અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે તે હેતુથી સ્થાનિકોએ ગત તા.૦૫/૦૪/૨૦૨૩ તથા તા. ૨૨/૦૬/૨૦૨૩ ના રોજ વિભાગીય નીયામકની કચેરી, એસટી વિભાગ વલસાડ ખાતે લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી.પરંતુ હાલ ફરી તા.૧૨/૦૧/૨૦૨૪ ના રોજથી આ બસનાં સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.જે બસ હાલમાં સવારે ૦૫:૧૫ કલાકે આહવાથી વ્યારા જઈ ૦૭:૪૦ વ્યારાથી આહવા આવવા માટે આવે છે.જે ખુબ જ વહેલી થઈ જાય છે. આ પછી ડાંગના ગામડાઓમાં ભુજાડ, પાંઢરમાળ, વાંકન, કાલીબેલ,ભાલખેત,ટેકપાડા, ગોદડીયાખાતળ, કલમખેત, સોડમાળ સરવર, હનવંતચોંડ, દિવડીયાવન, માછળી, ખાતળ, જેવા ગામોમાંથી અપડાઉન કરતા મુસાફરો તથા વિદ્યાર્થીઓ માટે હાલ અગવડતા સમાન થઈ ગઈ છે.આ ગામો રસ્તા પર બનાવવામાં આવેલ મુખ્ય બસ્ટોપથી ૭-૮ કી.મી. દુર અંતરીયાળ વિસ્તારમાં આવેલ હોવાથી આ ગામોમાંથી અપડાઉન કરતા મુસાફરો તથા વિદ્યાર્થીઓને ટાઈમ પર બસ્ટોપ સુધી પહોચી શકતા ન હોવાથી ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ થાય તે હેતુથી મુસાફરોએ આહવા ડેપોમાં રૂબરૂ ડેપો મેનેજરને વારંવાર રજુઆત કરેલ છે.તેમ છતા પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવેલ નથી.તેમજ આ મુસાફરો અને વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે ૨૦૨૩નાં વર્ષથી નીચલી કક્ષાથી ઉપલી કક્ષા સુધી રજૂઆત કરવામાં આવેલ છે. મુસાફરો તા. ૦૩/૦૨/૨૦૨૪ રોજ બસના સમય ને લઈ ફરી રજુઆત કરવા માટે ગયેલ ત્યારે તેમને એમ જણાવવામાં આવેલ કે, વ્યારા થી આહવા (પોસ્ટ) કચેરીમાં ફરજ બજાવતા બે પાસ ધારકો દ્રારા બસના સમયને વહેલી કરવા માટે રજુઆત કરતા આ બસને વહેલી કરવામાં આવેલ છે.જે અંગે  અરજદારો એ બે પાસ ધારકો દ્રારા બસના સમયને વહેલી કરવા માટે ના પુરાવા ડેપો મેનેજર પાસે માંગ્યા હતા.પરંતુ જેના કોઈ આધાર પુરાવા  અરજદારો સમક્ષ રજુ કરવામાં આવેલ નથી. અહીં આ સ્પષ્ટ સાબીત થાય છે. કે, આ બસના સમયમાં મનસ્વી રીતે ફેરફાર કરવામાં આવી છે.અહીના આ રુટ પર આવતા અંદરના ૭ ગામડા માટે આ એક બસ સિવાય બીજા કોઈ પ્રાઇવેટ વાહનોનો પણ વિકલ્પ નથી. જે બાબતથી ડેપો મેનેજર માહિતગાર હોવા છતાં વારંવાર લેખિત રજુઆતો કરવા છતાં પણ ડેપો મેનેજર દ્રારા રજુઆત ને અવગણીને જાહેર જનતાના હિત સાથે ચેડા કરી રહ્યા છે.વધુમાં હાલમાં આ બસ એક ડ્રાઈવર તેમજ કંડકટર (કંડકટર બેચ ન. ૨૯૭૦. ડ્રાઇવર બેચ નં. ૫૯) દ્વારા તેમના મનસ્વી રીતે ચલાવવામાં આવી રહી છે.અને વિધ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડા  કરવામાં આવી રહી છે.છેલ્લા ૧ વર્ષથી આ ડ્રાઇવર તેમજ કંડકટર દ્રારા ખાતળ, કલમખેત, સોડમાળ, સરવર, હનવંતચોંડ ઢુંઢુંનીયા સ્ટોપ પરથી વિધ્યાર્થીઓને તેમજ મુસાફરોને લેવામાં આવતા નથી. તા. ૧૭/૧૦/૨૦૨૪ ના રોજ સરવર તેમજ હનવંતચોંડ સ્ટોપ પાસે બસ વિધ્યાર્થીઓ દ્વારા હાથ ઊંચો કરવા છતા આ બે સ્ટોપ પર બસ ઊભી રાખવામાં આવેલ નથી. અન્ય મુસાફરો દ્વારા ડ્રાઇવર તેમજ કંડકટર ને સ્કુલના વિધ્યાર્થીઓને બસમાં લેવા જણાવ્યુ ત્યારે કંડકટર દ્વારા શુ કરવા ખોટી મગજમારી કરો છો.” એવો ઠપકો આપેલ છે. તેમજ મુસાફર પર માનસિક ત્રાસના ખોટા આક્ષેપ લગાવીને ગેરવર્તન કરેલ છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને મુખ્યમંત્રીની કચેરીથી આ અંગે તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ વલસાડ વિભાગીય નિયામકની કચેરીને યોગ્ય કાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવ્યા હતા. તેમ છતાં આજ દિન સુધી આ મામલે કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.જોકે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યુ છે..

Back to top button
error: Content is protected !!