DAHODGUJARATJHALOD

ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. રવિ ગામીતની અધ્યક્ષતામાં શહિદ દિવસની ભાવસભર ઉજવણી

તા.૩૧.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. રવિ ગામીતની અધ્યક્ષતામાં શહિદ દિવસની ભાવસભર ઉજવણી

ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે 30 જાન્યુઆરીના રોજ શહિદ દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન પી.આઈ. રવિ ગામીતની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર તમામ શહિદોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ બે મિનિટનું મૌન રાખી શહિદોના બલિદાનને સ્મરણ કર્યું હતું.30 જાન્યુઆરીએ શહિદ દિવસ કેમ મનાવવામાં આવે છે? 30 જાન્યુઆરી 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું દુર્ભાગ્યપૂર્ણ અવસાન થયું હતું. ગાંધીજીએ અહિંસા, સત્ય અને શાંતિના માર્ગે દેશને એકતાનું સૂત્ર આપ્યું. તેમના બલિદાનની યાદમાં દર વર્ષે 30 જાન્યુઆરીને શહિદ દિવસ તરીકે સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે. આ દિવસે દેશ માટે બલિદાન આપનાર તમામ શહિદોને યાદ કરી તેમને નમન કરવામાં આવે છે ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગે શહિદોના બલિદાનને યાદ કરી દેશપ્રેમ, ફરજ અને સંવેદનશીલતાનો સંદેશ આપ્યો હતો. આવા કાર્યક્રમો પોલીસ કર્મચારીઓમાં સેવા અને ત્યાગની ભાવના વધુ મજબૂત કરે છે

Back to top button
error: Content is protected !!