PATANSIDHPUR

સિદ્ધપુરની કોટ પ્રાથમિક શાળામાં ૧૦૮ મોબાઈલ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ડેમો દ્વારા લોકોને માહિતગાર કર્યા

પ્રાથમિક સારવાર કેવી રીતે અને કેવા સંજોગોમાં આપવી તે અંગે સમજણ અપાઈ

 

સિદ્ધપુરની કોટ પ્રાથમિક શાળામાં ૧૦૮ મોબાઈલ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ડેમો કરાયો

 

પ્રાથમિક સારવાર કેવી રીતે અને કેવા સંજોગોમાં આપવી તે અંગે સમજણ અપા

 

સિદ્ધપુર તાલુકાની કોટ પ્રાથમિક શાળામાં ૧૦૮ સિદ્ધપુર એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ડેમો કરાવવામાં આવ્યો હતો. જેમાં સિદ્ધપુર એમ્બ્યુલન્સ દ્વારા કોઈપણ કટોકટીની પળોમાં એમ્બ્યુલન્સ આવે તે પહેલા પ્રાથમિક સારવાર કેવી રીતે ? અને કેવા સંજોગોમાં આપવી ? તે અંગે સ્કૂલના બાળકો અને હાજર શિક્ષક કર્મચારીઓને સમજણ આપી હતી. જેમાં એઈડી મશીનનું શું મહત્વ છે ? અને કયારે કામમાં આવે છે ? તેનુ પ્રેકટીકલ ડેમો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. મહિલા પ્રસુતી સમયે ૧૦૮ એમ્બ્યુલન્સનું ઘણું મહત્વ છે, જેમાં માતા અને બાળક માટે કેટલી સંભાળ લે છે તે પણ હાજર સર્વેને કીટ બતાવી સમજ આપી હતી.

 

આ પ્રોગ્રામમાં ડેમો ઈએમટી દિલીપ પટેલે ડેમો કરી રોજ બરોજની બનતી ઘટનાઓમાં આપણે ૧૦૮ દ્વારા કોલ કરી મહામુલ્ય જિંદગી બચાવી શકીએ તેમજ મેડીકલ પધ્ધતિથી સમજણ આપી હતી.

 

હિરેન રાવલે તેમના અનુભવ રજુ કરી ડેમો કરી રોડ ટ્રાફિકમાં હેલ્મેટ, સીટ બેલ્ટ અને ચાલુ વ્હીકલમા મોબાઈલ ફોન કરવાનુ ટાળવુ તેમજ સેફ ડ્રાઈવ કરવાની સમજણ આપી હતી. ટેન્શન મુક્ત વિચારવાયુ વગર હસતા પ્રફુલિત સ્મિત ચહેરે રહેવુ બહારનું ફાસ્ટફૂડ તીખુ તળેલુ ખોરાક પેકીંગવાળા વાસી નાસ્તાથી દુર રહેવુ. યોગ, વ્યાયામ વોકિંગ, હળવી કસરતો, લાફિંગ કલબમાં જવુ તથા નોર્મલ શરીર પર લોડ ન પડે તેવી કસરતો કરવા અંગે ઈ એમ ટી દિલીપ પટેલે જણાવ્યું હતું. જેમાં ડેમો ૧૦૮ એમ્બ્યુલન્સ સિદ્ધપુર ના સ્ટાફનુ આચાર્યા ચંદ્રિકાબેન તથા હાજર તમામ શિક્ષક કર્મચારીઓએ આભાર માન્યો હતો.

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

Back to top button
error: Content is protected !!