સિધ્ધપુર શેઠ શ્રી એમ.પી. હાઈસ્કૂલમાં વાલી મીટીંગ યોજાઈ
સિધ્ધપુર શેઠ શ્રી એમ.પી. હાઈસ્કૂલમાં વાલી મીટીંગનું આયોજન ટ્રસ્ટના સેક્રેટરી પ્રફુલભાઈ મહેતા અને જયેશભાઈ પંડયાની પ્રેરક ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. આચાર્ય દ્વારા સૌ ને આવકારવામાં આવ્યા હતા. સૌ વાલી વિદ્યાર્થીઓને શિક્ષણની મહત્વના, અભ્યાસ અને પરીક્ષાઓ લગતું તેમજ સરકાર તરફથી અભ્યાસક્રમ દરમ્યાન મળતા વિવિધ લાભોની જાણકારી અને માર્ગદર્શન સાથે સિદ્ધપુર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી શાળા મંડળની વિનંતીને માન આપી પી.આઈ. જે.બી.આચાર્ય વતી ઉપસ્થિત પી.એસ.આઈ તેમજ સ્ટાફ દિનેશભાઈએ ટ્રાફિક, સાયબર ક્રાઇમ તેમજ ક્રાઇમને લગતી બાબતોની જાણકારી આપી હતી એનાથી સાવધ અને સચેત રહેવા જણાવેલ અને આ બાબતે જ્યારે હેલ્પની જરુર હોય ત્યારે ગભરાટ અને ભય વિના સંપર્ક કરવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન એક ટીમ ભાવના સાથે સમગ્ર સ્ટાફે કરેલ, આ કાર્યક્રમમાં ખૂબજ મોટી સંખ્યામાં વાલી અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણા