PATANSIDHPUR

સિદ્ધપુર ગોકુલ ગ્રુપ ઓફ કંપનીઝના એમડી ધર્મેન્દ્રસિંહને એવોર્ડ

 

*ગોકુલ ગ્રુપ ઓફ કંપનીઝના એમડી ધર્મેન્દ્રસિંહને એવોર્ડ*

 

ગોકુલ ગ્રુપ ઓફ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ રાજપૂતને ખેડૂત પુરસ્કાર *શ્રી ગોવિંદભાઈ મેમોરિયલ એવોર્ડ ૨૦૨૪* થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર વનસ્પતિ તેલ ઉદ્યોગમાં ગોવિંદભાઈ પટેલના નોંધપાત્ર ફાળા યાદ તાજી કરાવે છે. જેમણે આ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન થકી વ્યક્તિગત રીતે ઓળખ ઊભી કરી છે.

 

ધર્મેન્દ્રસિંહ રાજપૂતનું કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે, ખાસ કરીને બહુવિધ ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) સાથેના તેમના ગ્રાઉન્ડ બ્રેકિંગ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) દ્વારા ૧૨૫૦૦ ખેડૂતોનું સિધુ જોડાણ WCSF સાથે થયેલ છે . આ કરાર ખેતી અને ઓર્ગનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા, ખેડૂતોને સશક્તિકરણ કરવા અને સ્થિતિસ્થાપક કૃષિ ઇકોસિસ્ટમ બનાવવાની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

રાજપૂત અને સમગ્ર ગોકુલ ગ્રુપ ઓફ કંપનીઝને આ સારી ઓળખ અને ખ્યાતિ ઊભી કરાવવા માટે વિવિધ સંસ્થાઓએ અભિનંદન પાઠવ્યા હતા

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

Back to top button
error: Content is protected !!