GUJARATPATANSIDHPUR

સમી ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી*

જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનનાં હસ્તે લહેરાયો ત્રિરંગો*

 

*સમી ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી*

*જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનનાં હસ્તે લહેરાયો ત્રિરંગો*

 

*સમી ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના ધ્વજ વંદન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને અશ્વ શો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા

 

જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા કલેકટરશ્રીએ ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

સ્વતંત્રતા પર્વની ઉજવણી સમારોહનાં અધ્યક્ષ જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયને ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરીને જણાવ્યું હતુ કે, તમામ નાગરિકોને હું સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. આઝાદી માટેના મહાસંગ્રામમાં જીવનનું બલિદાન આપનાર દેશના ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરું છું. જેથી આપને સૌ આઝાદ ભારતમાં મુક્તપણે શ્વાસ લઈ રહ્યા છે. આઝાદીના 78 માં વર્ષે ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ હર ઘર તિરંગા અભિયાનમાં અબાલ, વૃદ્ધ સૌ સહભાગી થયા અને શાનથી ત્રિરંગો લહેરાવ્યો છે. પાટણ જિલ્લામાં ચાણસ્માના મણીલાલ પુરુષોત્તમ પટેલને યાદ કરવા જ રહ્યા. મણિલાલભાઈએ ગાંધીજીના નેતૃત્વમાં દાંડી યાત્રામાં ભાગ લીધો હતો. પૂજ્ય બાપુથી પ્રેરિત થઈને અભ્યાસ છોડી વિદેશી માલની હોળી અને પોલીસ ક્વાર્ટરસ પર પત્રિકાઓ લગાવવા જેલવાસ ભોગવ્યો હતો. પાટણના પુરુષોત્તમ દાસનું નામ હંમેશા યાદ રહેશે. મણનુદ ગામના શ્રી દયાળજી પટેલ આજીવન અપરિણીત રહીને સવિનય કાનૂન ભંગની લડતમાં જોડાયા અને આઝાદીની ચળવળમાં અનેક સ્થળે તિરંગો લહેરાવવા બદલ જેલવાસ ભોગવ્યો. શ્રી ચંપકલાલ મહેતા, શ્રી મગનલાલ વાણિયા, શ્રી સરલાબેન મહેતા મહિલા સ્વાતંત્ર્ય સેનાનીએ આઝાદીની લડતમાં પોતાનો અહમ રોલ ભજવ્યો.

 

જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયને લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા આઈ – ખેડૂત પોર્ટલ થકી ટ્રેકટર, રોટાવેટર, તાડપત્રી, પંપસેટ જેવા કૃષિ સાધનો વસાવવા વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત જિલ્લામાં ૭૨૭૯ ખેડુતોને રૂપિયા ૨૨૧૧.૯૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લામાં ૨૦૨૩-૨૪ માં કુલ ૫ ખેડુતોને ૩.૫૦ લાખની સહાય જિલ્લા કિસાન પરિવહન યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવી છે. આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિની મુહિમને વેગ આપવા માઇક્રો લેવલે કામગીરી માટે ૯૫ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. જે અન્વયે મે ૨૦૨૪ થી જુલાઈ ૨૦૨૪ સુધી કુલ ૧૩૫૪ તાલીમો કરવામાં આવી છે. આ તાલીમો થકી અત્યાર સુધી જિલ્લાના ૩૭૧૦ ખેડુતોને ૩૩૫૭૭ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. અને અત્યારસુધી ૨૧૦ કૃષિ સખીને તાલીમ આપવામાં આવી છે. પાટણ જિલ્લામાં સરકારશ્રીના અથાગ પ્રયત્નો થકી જિલ્લામાં બાગાયતી પાકોના વિસ્તાર વધીને અંદાજે ૮૫,૯૦૭ હેકટર થયો છે. આરોગ્ય ક્ષેત્રે આપના સૌ માટે ગર્વ લેવા જેવું વર્ષ સાબિત થયું છે. જિલ્લામાં ૩૪૦ આયુષ્યમાન આરોગ્ય મંદિર કાર્યરત છે. જેમાં ૦૨ આરોગ્ય મંદિર ઉમરૂ અને ધારપુર ને નેશનલ હેલ્થ સિસ્ટમ રેસોર્સ સેન્ટર દિલ્હી દ્વારા તેમની ગુણવત્તાસભર કામગીરી બદલ નેશનલ ક્વોલિટી એસ્યોરાન્સ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. જિલ્લામાં જુલાઈ ૨૦૨૪ અંતિત કુલ ૧૦,૨૯,૯૩૩ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત છેલ્લા ૧ વર્ષમાં ૩૩,૨૨૭ લાભાર્થીઓને ૫૯.૮૩ કરોડની સારવારનો લાભ લીધો છે. પાટણ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળા પાડલા, દાંતિસણા અને કોલીવાડામાં અદ્યતન સુવિધાઓથી સજ્જ મકાન સરકારશ્રી દ્વારા બનાવવામાં આવ્યું છે. જેનો ૧૫૦૦ જેટલા બાળકોને લાભ મળશે . જિલ્લામાં નમો લક્ષ્મી યોજના અંતર્ગત ૨૪,૫૪૫ વિદ્યાર્થિનીઓ તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ૩૨૬૨ વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લામાં આજ દિન સુધી રૂ. ૩૭૭.૬૯ કરોડનો ખર્ચ અને રૂ.૧૭૧.૧૬ લાખ માનવ રોજગારી ઉત્પન્ન થયેલ છે. જિલ્લામાં આઇ.સી. ડી.એસ. વિભાગ દ્વારા ૧૪૨૭ આંગણવાડી કેન્દ્રોમાં પૂરક પોષણ વ્યવસ્થા અંતર્ગત ૩૭,૨૫૭ બાળકોને પોષણ આપવામાં આવ્યું છે. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પાટણ જિલ્લામાં દિવ્યાંગોને એસ.ટી.બસમાં મફત મુસાફરી યોજના અંતર્ગત ૧૧૯૭૮ લાભાર્થીઓ, સાધન સહાય અંતર્ગત ૩૩૧ લાભાર્થીઓ, લગ્ન સહાય યોજના અંતર્ગત ૧૧ લાભાર્થીઓને લાભ મળ્યો છે. પાટણ જિલ્લામાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા બાજપાઈ બેંકબલ યોજના હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ૩૬ લાભાર્થીઓને રૂ.૨૯.૪૩ લાખની સહાય ચુકવવામાં આવી છે. ૨૭ લાભાર્થીઓને ૭૨ લાખની સહાય અગરિયા સોલારપંપ ખરીદી સબસિડી સહાય યોજના અંતર્ગત સહાય મળી છે. જિલ્લામાં આવેલ એમ.એસ એમ.ઇ. એકમોને વ્યાજ તેમજ કેપિટલ તથા રીએમ્બસમેન્ટ સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માં ૫૩ લાભાર્થીઓને ૩૭૫.૩૮ લાખની સહાય ચુકવવામાં આવી છે.

 

જિલ્લા કલેકટરશ્રીએ વધુમાં જણાવતાં કહ્યું કે, રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ કારી યોજનાઓ અને જીલ્લા વહીવટી તંત્રની કાર્યદક્ષતાના પરિણામે પાટણ જિલ્લો નિરંતર પ્રગતિ પથ પર છે. આપણે સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે પાટણ જિલ્લાનાં નાગરીકોને ફરી એકવાર સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવું છું. પાટણ જિલ્લો વિકાસનો પર્યાય બની રહે તે માટે સતત પ્રયાસરત રહેશે. આજના સ્વાતંત્ર્ય દિવસની દરેકને ખુબ ખુબ શુભેચ્છાઓ.

 

સ્વતંત્રતા પર્વની ઉજવણી બાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિશિષ્ટ લોકોનું તેમજ વિવિધ અધિકારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જિલ્લા કક્ષાનાં ધ્વજવંદન સમારોહમાં પાટણ જિલ્લાની વિવિધ શાળાઓએ દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમો રજુ કર્યા હતા. પોલીસ વિભાગ તરફથી અશ્વ શો રજૂ કરવામાં આવ્યો. જેમાં શ્રેષ્ઠ કાર્યક્રમો રજુ કરનાર ટીમોને સન્માનિત કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓએ મેદાન પર આવીને શાનથી તિરંગો લહેરાવ્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેકટરશ્રી અને અન્ય મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યું હતુ.

 

આજે સમી મુકામે યોજાયેલા જીલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોર. પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી દિલિપકુમાર ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડાશ્રી રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એસ.પટેલ, મદદનીશ કલેકટરશ્રી કુ. હરિણી કે.આર, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી આર.પી.જોશી , પ્રાંત અધિકારીશ્રી જય પટેલ, સમી તાલુકા પંચાયત પ્રમુખશ્રી હર્ષિલાબેન દવે સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી કરી હતી.

 

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, પાટણ

Back to top button
error: Content is protected !!