
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ 
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ સુરત તરફથી માલસામાનનો જથ્થો ભરી નાસિક તરફ જઈ રહેલ ટ્રક. ન.એમ.એચ.14.જે.એલ.9885 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં ચીખલદા ગામ નજીક ચાલક દ્વારા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ ટ્રક પુલની રેલીંગ તોડી નદીનાં પટમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત માલસામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે સાકરપાતળ પી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..
				




