*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સિદ્ધપુર દ્વારા ગુરુ વંદન કાર્યક્રમ યોજાયો*
ગુરુ પૂર્ણિમા દિવસ અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સિદ્ધપુર પરિવાર દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ બી.આર.સી., ભવન સિદ્ધપુર ખાતે યોજાયો જેમાં અધ્યક્ષ સ્થાને શ્રી ડાયાભાઈ ચૌધરી ( મુખ્ય શિક્ષક (HTAT) મુડવાડા પ્રાથમિક શાળા), મુખ્ય મહેમાન શ્રી જયરામભાઈ જોશી (શાસનાધિકારી સિધ્ધપુર), મુખ્ય વક્તા શ્રી રમેશભાઈ જોશી ( નિ. પ્રધાનાચાર્ય અભિનવ હાઈસ્કૂલ) અને અતિથિ વિશેષ શ્રી લલિતભાઈ પટેલ (બી.આર.સી., કો-ઓર્ડીનેટર, સિદ્ધપુર) અને અભિનવ હાઈસ્કૂલના પ્રધાનાચાર્ય શ્રી ડૉ. રુપેશભાઈ ભાટીયા ખાસ ઉપસ્થિતી દાખવી. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. ત્યારપછી ગુરુ સ્થાને પૂજનીય મહર્ષિ વેદ વ્યાસનું પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ તાલુકાના અધ્યક્ષશ્રી કપિલ બી. શુક્લ દ્વારા ઉપસ્થિત મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. સંગઠનની કારોબારીના સભ્યો દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. વિષય અંતર્ગત નગર શિક્ષણ સમિતિ શાસનાધિકારીશ્રી જયરામભાઈ જોશી સાહેબ દ્વારા સંગઠન દ્વારા થતા રચનાત્મક કાર્ય અને શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા વિશેનું માગૅદશૅન પૂરું પાડ્યું. કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી રમેશભાઈ જોશી સાહેબ દ્વારા ભારતીય પ્રાચીન પરંપરાથી ગુરુ મહિમા મહત્વ પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. સમગ્ર કાર્યક્રમને દીપાવવા માટે મોટી સંખ્યામાં સિદ્ધપુર નગર અને તાલુકાના શિક્ષક ભાઈઓ અને બહેનો તેમજ નગર અને તાલુકાના વિવિધ ક્ષેત્રના જવાબદાર બંધુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણા, સિદ્ધપુર