સિદ્ધપુરમાં કાત્યોકના મેળાને લઈ ફાયર સેફ્ટી સાથે રાઈડો બાંધવાની તૈયારીઓ શરૂ
આગામી 14 નવેમ્બરે કેબિનેટ મંત્રીના હસ્તે મેળાને ખુલ્લો મુકાશે
સિદ્ધપુરમા દિવાળી અને નવા વર્ષ પછી શરુ થતો કાર્તિકી પૂર્ણિમાના મેળાની તૈયારીના આયોજનના ભાગરૂપે સરસ્વતી નદી મુક્તિધામની પાછળના ભાગમાં મેળાના સ્થળે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા યોગ્ય સાફ સફાઇ કરીને મેળામાં નાની મોટી રાઈડો લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.તા.14 નવેમ્બર ના સાંજે 4 કલાકે ગુજરાત રાજ્યના ના કેબિનેટ મંત્રી તેમજ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ ના હસ્તે પાલિકાના અધિકારીઓ , કર્મચારીઓ તેમજ નગરજનો ની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાને ખુલ્લો મુકાશે. આ ઉપરાંત નગરપાલિકાના કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવેના જણાવ્યા મુજબ રાજકોટ અગ્નિકાંડ ની ઘટના બાદ આ વર્ષે મેળામા ફાયર સેફ્ટીના આગોતરા આયોજન ના ભાગરૂપે 2 ફાયરની ગાડીઓ સ્ટેન્ડબાય રાખી મેળાનું સુંદર અને અદ્ભુત રીતે આયોજન કરાયું છે જેમાં 4 લાઈનો વિવિધ નાની મોટી રાઈડ્સ માટે અને વચ્ચે ની લાઈનમાં ખાણી પીણી ના સ્ટોલ રખાશે.આ વર્ષે મેળામાં અવનવી રાઇડ્સ ની મજા માણવા મળશે તેમજ નાના મોટા વેપારીઓને પણ કોઈ અસુવિધા ઊભી ન થાય તેની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.
વાત્સલ્યમ સમાચાર
બળવંત રાણા,સિદ્ધપુર