GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના સુરેલી ગામે પ્રત્રકારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તાંબા પિત્તળના વાસણ સહિત રૂ ૪૫ હજારની મતા ની ચોરી કરી.
તારીખ ૦૧/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના સુરેલી ગામમાં દૂધ ડેરી પાછળ ગ્રામ પંચાયતની સામે આવેલા મકાનમાં રહેતા પત્રકારનો વ્યવસાય કરતા અને હાલમાં ગોધરા ખાતે રહેતા ભરતકુમાર મંગળદાસ પ્રણામી ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરનો સામાન વેર વિખેર કરી ધરમા મુકેલ તિજોરી માંથી ખોડીયાર માતાની ચાંદીની મૂર્તિ તેમજ જુદા જુદા દરની રૂપિયા 10,000 ની રોકડ રકમ તાંબા પિત્તળ ના વાસણો સહિત ₹45,000 ની માતાની ચોરી કરી જતા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસની કાર્યવાહી હાથ ધરી છે.