GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે દોલતપુરા નાળા પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓને બાર હજાર ઉપરાંત ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

 

તારીખ ૦૩/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે દોલતપુરા ગામે નાળા ની અંદરના ભાગમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તા વડે પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા પાંચ ઈસમો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા શબ્બીર ઉર્ફે લાલુ શેખ,શબ્બીર વલી મહમદ દિવાન, વસિમભાઇ સતારભાઈ મેતર , હરીશભાઈ ગણપતભાઈ સોલંકી, ઈસુબભાઈ ઉર્ફે તેજાબ ઈસ્માઈલ શેખ ઝડપાયા પોલીસે દાવ પરના રૂ ૩,૮૯૦/ અને અંગજડતી ના રૂ ૮,૪૨૦/ મળી કુલ રૂપિયા ૧૨,૩૧૦ /તથા પાના પત્તા ની કેટ કબજે કરી જુગારધારા ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો.

Back to top button
error: Content is protected !!