DAHODGUJARAT

દાહોદ તાલુકાના નવાપુરા વર્ગ પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે પટેલ પ્રિયંકાબેન રમેશભાઈની પસંદગી કરવામાં આવી

તા.૨૭.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:આજના 76 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ તાલુકાના નવાપુરા વર્ગ પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે પટેલ પ્રિયંકાબેન રમેશભાઈની પસંદગી કરવામાં આવ

વર્ષ ૨૦૨૪-૨૫ ના દ્વિતીય સત્રમાં સમગ્ર કલસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય,શાળાકીય સહ અભ્યાસિક પ્રવૃત્તિ નાવિન્યપ્રયોગો સામાજિક ક્ષેત્રે વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપેલ છે.અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષા સુધી પોતાનું પ્રદર્શન કરે તેવું શિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય પ્રતિભાશાળી શિક્ષક પ્રિયંકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ મળી રહે તે માટે ગમ્મત સાથે શિક્ષણ, સપ્તરંગી પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ, તેમજ અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવાનું કાર્ય કરે છે.તે બદલ ગુજરાત રાજ્ય ગાંધીનગરના અગ્ર સચિવ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના (IAS) મુકેશકુમાર ના દ્વારા તેઓને પુરસ્કૃત કરવામાં આવ્યા

Back to top button
error: Content is protected !!