GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,હાલોલ નગર દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ અંતર્ગત પથ સંચાલન યોજાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૩.૩.૨૦૨૬

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હાલોલ નગર દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ –૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલોલ નગરમાં શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયક પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા.વિશેષરૂપે, આ પવિત્ર અવસરે પરમ પૂજનીય ભગવા ધ્વજના મહિમાનો પણ સ્મરણ કરવામાં આવ્યો. ભગવો ધ્વજ સંઘ માટે માત્ર એક પ્રતીક નથી, પરંતુ તે ત્યાગ, શૌર્ય, સંસ્કાર અને રાષ્ટ્રનિષ્ઠાનું જીવંત પ્રતિક છે.કાર્યક્રમનું આયોજન હાલોલ નગર કાર્યવાહ વિજયભાઈ ચંદકના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. પથ સંચાલન દરમિયાન સંઘના શિસ્ત, એકતા અને રાષ્ટ્રીય ભાવનાનો સુંદર પરિચય જોવા મળ્યો. સાથે સાથે, ઘોષ (બૅન્ડ) દ્વારા દેશભક્તિપૂર્ણ ધૂનો રજૂ કરવામાં આવી, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ બની ગયું હતું.આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે વિભાગ કાર્યવાહ જયંતભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેમણે પોતાના માર્ગદર્શનસભર સંબોધનમાં વર્ષ પ્રતિપદાનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવ્યું અને સમાજમાં એકતા, સંસ્કાર અને રાષ્ટ્રભાવના મજબૂત બનાવવાની પ્રેરણા આપી હતી.ઉત્સવ દરમિયાન સ્વયંસેવકો તથા નાગરિકોમાં રાષ્ટ્રીય ચેતનાનો સંદેશ પ્રસરી ગયો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

Back to top button
error: Content is protected !!