NATIONAL

મણિપુર બાદ ઉત્તરાખંડમાં પણ હિંસા, હલ્દવાનીમાં હિંસા બાદ 300 પરિવારોએ કર્યું પલાયન !!!

  1. ભારતના અમુક રાજ્યોમાં કોઈને કોઈ કારણે હિંસામાં વધારો થઈ રહ્યો છે મણિપુર માં હજુ સ્થિતિ થાળે નથી પાળી ત્યાં ઉત્તરાખંડના હલ્દવાનીના બાણભૂલપુરા વિસ્તારમાં કર્ફ્યુ પછી પરિસ્થિતિ તંગ છે. અહીંથી 300 થી વધુ ઘરો હજુ પણ બંધ છે. આટલું જ નહીં આમાંથી કેટલાક ઘર એવા છે જ્યાં તાળા તો નથી પણ ઘરની અંદર લોકો પણ નથી. વિસ્તારના લોકો તેમના આખા પરિવાર સાથે ઘરોને તાળા મારીને અન્ય જિલ્લાઓ કે રાજ્યોમાં ચાલ્યા ગયા છે. પોલીસ તપાસમાં જે લોકોની ઓળખ થઈ છે તેમાંથી ઘણા ફરાર છે. પોલીસે આવા લોકોને પકડવા માટે અન્ય જિલ્લાઓમાં ફોર્સ મોકલી છે.

હિંસા બાદ બાણભૂલપુરાના મલિક કા બગીચા, ઈન્દ્રનગર, છોટી લાઈન, મોટી લાઈન સહિતના અનેક વિસ્તારના લોકોએ ઘરોને તાળા મારીને બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. હિંસાની રાતથી જ લોકોએ અહીંથી પલાયન કરવાનું શરુ કરી દીધું હતું. હિંસા શમી ગયા બાદ લોકો પોતાના ઘર છોડીને પરિવાર સાથે ભાગવા લાગ્યા હતા. મહિલાઓ અને બાળકો સહિત લોકો યુપી અને ઉત્તરાખંડના અન્ય જિલ્લાઓમાં ગયા છે. આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. હિંસા પછી, પોલીસે દરેક ઘરની શોધખોળ અને તપાસ શરૂ કરી કે જેની છતમાંથી ઇંટો અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.

બે દિવસથી, પોલીસ, પીએસી અને મહિલા દળની ટુકડીઓ ઘરોની તલાશી લઇ રહી છે. અને ઓળખાયેલા બદમાશો અને પથ્થરબાજોની ધરપકડ કરી રહી હતી. હિંસાની રાત્રે જ ગૌલાપુર ક્રોસ કરતી વખતે લોકો ટેમ્પો અને ખાનગી વાહનોમાં ભાગી છૂટ્યા હતા, જ્યારે ઘણા લોકો રાત્રી અને સવારના અંધકારનો લાભ લઈને ગૌલા બાયપાસથી અને ઘણા લોકો તેમના પરિવાર સાથે 10 કિલોમીટરથી વધુ પગપાળા લાલકુઆં સુધી ગયા હતા. અને ત્યાંથી ટ્રેન દ્વારા અન્ય રાજ્યોમાં પલાયન કરી ચુક્યા છે. રવિવાર સુધીમાં બાણભૂલપુરાના 300થી વધુ ઘરોમાં તાળા લાગેલા જોવા મળ્યા હતા..

બાણભૂલપુરામાં કડકાઈ અંગે ગૃહ વિભાગે વધારાની અર્ધલશ્કરી દળની પાંચ કંપનીઓ મંગાવી હતી. રવિવારે કેન્દ્ર તરફથી પરવાનગી મળ્યા બાદ અર્ધલશ્કરી દળની ત્રણ કંપનીઓને હલ્દવાની મોકલવામાં આવી છે. રવિવારે સાંજે ફોર્સ હલ્દવાની પહોંચી હતી. મોડી રાત્રે એસએસપીએ અલગ-અલગ સ્થળોએ ટુકડીઓમાં ફોર્સ તૈનાત કરવાની સૂચના આપી છે. વહીવટીતંત્રે આ વિસ્તારમાં કર્ફ્યુ અને ઈન્ટરનેટ પ્રતિબંધ ચાલુ રાખવા જણાવ્યું છે, જોકે આ પ્રતિબંધ માત્ર બાણભૂલપુરામાં જ રહેશે, બાકીના વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ સુચારૂ રહેશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ આ વિસ્તારમાં સતત તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ બાણભૂલપુરામાં ચાલી રહેલા બદમાશો સામે સર્ચ ઓપરેશનમાં વધારાના અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવશે. એસએસપી પ્રાદ નારાયણ મીણાએ મોડી રાત્રે ફોર્સ તૈનાત કરવાની સૂચનાઓ જારી કરી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!