
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં તમામ ૧૧ ડિરેક્ટરો બિન હરીફ ચૂંટાઈ આવ્યા
અરવલ્લી જિલ્લા સહકારી સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સમાન્ય ચૂંટણી-૨૫ યોજાઇ હતી જેમાં તમામ ૧૧ ડિરેક્ટરો બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે મદદનીશ ચૂંટણી સત્તાધિકારી મોડાસા દ્વારા આજે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે જે તે વિભાગમાં એક એક જ ફોર્મ રહેતા આ મુજબ ૧૧ ડિરેક્ટરોને જે તે વિભાગમાં બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે આ ચૂંટણીમાં ચૂંટાયેલા ડિરેક્ટરોમાં પ્રભુદાસભાઈ પટેલ,ભીખાજી દૂધાજી ડામોર, જગદીશભાઈ એસ પટેલ, રાજેન્દ્રકુમાર જે પટેલ, શામળભાઈ એમ પટેલ, બાબુભાઈ એમ પટેલ , સચિનકુમાર એ પટેલ, મહેશભાઈ ડી પટેલ,પ્રજ્ઞેશભાઈ વી ગાંધી. જયંતીભાઈ બી પટેલ અને ગિરીશભાઈ એચ પટેલનો સમાવેશ થાય છે





