ભરૂચ પોલીસ દ્વારા સ્પેશ્યલ ઝુંબેશ હાથ ધરી ભાડુઆત,પરપ્રાંતીય મજુરોના વેરીફીકેશન અંગેના જાહેરનામાનો ભંગ કરનાર કુલ-૨૨૧ ગુના નોંધી તપાસ હાથ ધરી છે.
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સૂચના આપવામાં આવી હતી કે જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.જેમાં ત્રાસવાદી, અસામાજીક તત્વો મહત્વના શહેરોમાં ઔધોગિક એકમોમાં ભાડેથી મકાન,દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇ તેઓની અસામાજીક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે.આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે સારૂ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યકિતઓની સચોટ માહિતી મેળવવા અને ભરુચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ હેતુથી પરપ્રાંતિય ઇસમોને મકાન,દુકાનો ભાડે આપેલ તેમજ પરપ્રાંતિય મજુરોના વેરીફીકેશન અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહી કરનારનુ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમો બનાવી ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ સ્પેશ્યલ ઝુંબેશમાં
ભાડુઆત,પરપ્રાંતીય મજુરોના વેરીફીકેશન અંગે નોંધણી નહીં કરાવનાર 221 લોકો વિરુધ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.