GUJARATKHERGAMNAVSARI

ખેરગામ તાલુકાના પાટીગામે પાણી પુરવઠાના 49 લાખનો કૌભાંડ માટે ખેડૂતો મામલતદારશ્રી ને આવેદનપત્ર આપ્યું

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ તાલુકાના પાર્ટી વડપાડા ગામના ભાજપના આગેવાન અને ખેડૂતો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાથે ધોધમાર વરસાદમાં મોટી સંખ્યામાં ખેડૂતો નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ ખેરગામ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સશીન પટેલ ધરમપુરના અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ ખેરગામ સરપંચ ઝરણાબેન પટેલ બહેજ માજી સરપંચ ધર્મેશભાઈ પટેલ જય પટેલ પુરવ તલાવ્યા નેહલ પટેલ મામલતદારને આવેદનપત્ર આપવા ઉપસ્થિત રહ્યા હતા. પાટી વડપાડા તથા તોરણવેરા જેવા ગામો ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ગામો આવેલા છે અને સૌ આદિવાસી ખેડુતો નાના અને સીમાત કેટેગરીમાં આવતા ખેડૂતો છે.હાલ સરકારશ્રીના નલ સે જલ યોજના ( દમણગગા ) પ્રોજેક્ટ અંતર્ગત પાણી ની પાઇપ લાઇન નાખવામાં આવેલ છે. તેના કારણે ખેડૂત ખેતી લાયક જમીન ને મોટુ નુક્સાન થયેલ છે. જે બાબતે સરકારશ્રી તરફથી વળતરની જોગવાઈ કરવામાં આવેલ છે પરંતુ પાણી પુરવઠાની યોજના નલસે જલ નહિ પણ નલસે ભસ્ટ્રાચાર ની પર્યાય બની રહી છે પાટી ગામ ની અંદર ૧૯ જેટલા સહખાતેદાર ને વળતર આપવામાં આવ્યુ છે. તે પણ શંકાસ્પદ છે. અને ૮૦ થી વધારે ખાતેદારો ને વળતરથી વચિંત રાખવાનું ષડયત્ર પાટી અને વડપાડા ગામના સરપંચશ્રીઓ અને અધીકારીઓ ની મિલી ભગત કરવામાં આવી છે ખેડૂતોની એક જ માંગ છે કચડાઈ ગયેલા આદિવાસી ખેડૂતને સાથે અન્યાય થયો છે અમને ન્યાય મળવો જોઈએ અને આ ભ્રષ્ટાચારની પારદર્શકપૂર્વક તપાસ થવી જોઈએ.

Back to top button
error: Content is protected !!