પાવાગઢ- પંચમહાલ સાસંદ રાજપાલસિંહ જાદવ અને વાવ વિધાનસભાના પ્રભારી અર્જુનસિંહ ચૌહાણે મહાકાળી માતાજીના દર્શન કરી ધજા ચડાવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૧૦.૨૦૨૪
શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર આસ્થા શક્તિ અને શ્રાદ્ધનું કેન્દ્ર બન્યું છે, અનેક રાજકીય આગેવાનો અહીં માતાજીના ચરણો માં શીશ ઝુકાવી આશીર્વાદ લેવા આવે છે ત્યારે આજે પૂર્વ મંત્રી અને હાલ વાવ વિધાનસભા બેઠક ની પેટા ચૂંટણી માં આ બેઠક ના પ્રભારી અને ગોધરા લોકસભા બેઠક ના સંસદ પાવાગઢ માતાજીના દર્શનાર્થે પહોચ્યા હતા.પરિવાર સાથે પધારેલા સાંસદે મહાકાળી માતાજી ના મંદિર શિખર ઉપર ધજા ચડાવી માતાજી ની પૂજા કરી કાર્યકરો અને માઇભક્તો સાથે મહાકાળી મંદિર ના પ્રાંગણ માં ગરબે ઘૂમ્યા હતા.યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આજે વાવ વિધાનસભા બેઠક ની પેટા ચૂંટણી માં પ્રભારી તરીકે નિમણૂક પામેલા પૂર્વ રાજ્ય મંત્રી અને પંચમહાલ ના પ્રભારી અર્જુનસિંહ ચૌહાણ અને ગોધરા લોકસભા બેઠના સંસદ રાજપાલસિંહ જાદવ પરિવાર સાથે આજે માતાજીના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરી માતાજીના આશીર્વાદ લીધા હતા. અને મંદિર ના શિખર ઉપર ધજા ફરકાવી હતી.બંને રાજકીય આગેવાનો ને મહાકાળી મંદિર ના મુખીયાજીએ ચૂંદડી ઓઢાડી માતાજીની પાદુકા માથે મૂકી મહાકાળી હંમેશા તેમની રક્ષા કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. બંને આગેવાનો પાવાગઢ મંદિરે થી હાલોલ તાલુકાના તાજપુરા ગામે શ્રી નારાયણબાપુ ના આશ્રમ ખાતે પહોચ્યા હતા. જ્યાં ટ્રસ્ટી ભરતભાઈએ તેમનું સ્વાગત કરી પૂ. નારાયણ બાપુની સમાધિ એ બંને મહાનુભવો એ દર્શન કરી પૂ.બ્રહ્મલીન બાપુના આશીર્વાદ પણ લીધા હતા.










